Pan Masala

Rejected Pan Masala AD: બોલિવુડના આ એક્ટરે ઠુકરાવી પાન મસાલાની રૂ. 10 કરોડની ઓફર, ફેન્સ કરી રહ્યા છે રિયલ હિરો

બોલિવુડ ડેસ્ક, 22 ઓક્ટોબરઃ Rejected Pan Masala AD: તાજેતરમાં જ અભિનેતા અન્ય કારણોસર ચર્ચામાં છે. અભિનેતા અનિલ કપૂર 67 ઉંમરે પણ એકદમ ફિટ એન્ડ ફાઇન રહે છે. અભિનેતા પોતાની હેલ્થ વિશે જેટલું ધ્યાન રાખે છે તેટલું જ બીજાનું પણ રાખે છે. સમાચાર છે કે અભિનેતાએ એક જાણીતી મસાલા બ્રાન્ડની જાહેરાત કરવાની ના પાડી દીધી છે.

એક રિપોર્ટ અનુસાર અનિલ કપૂરને આ જાહેરાત માટે 10 કરોડ રૂપિયા ઓફર કર્યા હતા. અનિલ કપૂરે ત્યારે પાન મસાલાની જાહેરાતની ઓફરને રિજેક્ટ કરી કે જ્યારે ઘણા અભિનેતા આ પ્રકારની એડ કરી રહ્યા છે. ગત દેવસોમાં અજય દેવગન, અક્ષય કુમાર અને શાહરૂખ ખાનને આ કારણે ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આ બાદ અક્ષય કુમારે ફેંસ સામે માફી પણ માંગી હતી.

આ પણ વાંચોઃ Guru Pushya Nakshatra 2024: દિવાળી પહેલા બની રહ્યો છે ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ, જાણી લો ખરીદી કરવા માટેનું શુભ મુહૂર્ત

આની પહેલા કાર્તિક આર્યન અને જોન અબ્રાહમ પણ આ પ્રકારની એડ કરવાની ના પાડી છે. એક ઇન્ટરવ્યૂમાં કાર્તિકે જણાવ્યું કે તેમણે ‘સોપારી’ અને અન્ય જાહેરાતો કરવાની ના પાડેલી છે. તમને કહ્યું હતું કે આ ખોટું છે.

અભિનેતા કે કહ્યું હતું કે, ‘મને સોપારી, પાન મસાલા બ્રાન્ડ જેવી ઘણી બ્રાન્ડ્સના ઓફર આવ્યા હતા જેમને ના પડી છે. હું આ ચીજોથી દૂર છું અને જ્યાં સુધી મારાથી થશે ત્યાં સુધી આ ચીજોથી હું પ્રયત્ન કરીશ. હું એ ન કહી શકું કે કોણ સાચું છે કે કોણ ખોટું, દરેક લોકોના વિચારો અલગ હોય છે.’

અનિલ કપૂર આગામી સમયમાં એક્શન ડ્રામા ફિલ્મ ‘સુબેદાર’માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સુરેશ ત્રિવેણી કરશે. વિક્રમ મલ્હોત્રા, સુરેશ ત્રિવેણી અને અનિલ કપૂર આ ફિલ્મના નિર્માતા છે. અનિલ કપૂર છેલ્લે દિવ્યા ખોસલા સાથે ફિલ્મ સાવીમાં જોવા મળ્યો હતો. આ પહેલા તે ફાઈટરમાં જોવા મળ્યો હતો જેમાં તેની સાથે રિતિક રોશન અને દીપિકા પાદુકોણ જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ BRICS Summit 2024: ‘રશિયા-યુક્રેન યુદ્ધને લઇ વડાપ્રધાન મોદીનું નિવેદન, રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી બેઠક- વાંચો વિગત