Guru Pushya Nakshatra 2024

Guru Pushya Nakshatra 2024: દિવાળી પહેલા બની રહ્યો છે ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ, જાણી લો ખરીદી કરવા માટેનું શુભ મુહૂર્ત

ધર્મ ડેસ્ક, 22 ઓક્ટોબરઃ Guru Pushya Nakshatra 2024: પુષ્ય નક્ષત્ર મુંડન, ગૃહપ્રવેશ, નવા વેપારની શરુઆત, રોકાણ, વાહન, સોનું, મિલકત કે કોઈ વિશેષ શુભ કાર્યો માટે ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર દર મહિને આવે છે પરંતુ જ્યારે ગુરુવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ આવે છે ત્યારે તેને ગુરુ પુષ્ય નક્ષત્ર અથવા ગુરુ પુષ્ય યોગ કહેવાય છે. ચાલો જાણીએ કે ઑક્ટોબર 2024માં દિવાળી પહેલા ગુરુ પુષ્ય નક્ષત્ર ક્યારે છે.

આ તારીખે છે ગુરુ પુષ્ય નક્ષત્ર
ગુરુ પુષ્ય નક્ષત્ર 24 ઑક્ટોબર 2024 ના રોજ છે એટલે કે ધનતેરસ અને દિવાળી પહેલાં. આ દિવસે વસ્તુ ખરીદવી શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે વસ્તુ ખરીદવાથી લાંબો સમય ચાલે છે અને લાભ આપે છે.

આ પણ વાંચોઃ BRICS Summit 2024: ‘રશિયા-યુક્રેન યુદ્ધને લઇ વડાપ્રધાન મોદીનું નિવેદન, રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી બેઠક- વાંચો વિગત

ગુરુ પુષ્ય નક્ષત્ર 2024નું મુહૂર્ત
આ વર્ષનું છેલ્લું ગુરુ પુષ્ય નક્ષત્ર 24 ઑક્ટોબર 2024ના રોજ સવારે 06.15 કલાકે શરુ થશે અને 25 ઑક્ટોબર 2024ના રોજ સવારે 7.40 કલાકે સમાપ્ત થશે. આથી 24મી ઑક્ટોબરનો આખો દિવસ ખરીદી માટે શ્રેષ્ઠ છે.

સોનું અને વાહનો ખરીદવાનો સમય – સવારે 11.43થી 12.28 સુધી
લાભના ચોઘડિયા – બપોરે 12.05 વાગ્યાથી 1.29 સુધી
શુભ ચોઘડિયા – સાંજે 04.18 વાગ્યાથી 5.42 સુધી

ગુરુ પુષ્ય નક્ષત્રનું મહત્ત્વ
ગુરુ ગ્રહ અને પુષ્ય નક્ષત્રને ધન, સમૃદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે, આથી બન્નેના સંયોગથી બનેલો આ યોગ ખૂબ જ શુભ છે. આ સમયમાં માતા લક્ષ્મી, શનિદેવ અને ભાગ્યના કારક ગુરુના આશીર્વાદ મળવાથી ગુરુ પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવેલ કાર્ય ફળદાયી અને સમૃદ્ધિ આપે છે.

આ પણ વાંચોઃ Rain In Gujarat: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ, આજે આ રાજ્યોમાં હવામાન વિભાગે આપ્યુ એલર્ટ- વાંચો વિગત