બિઝનેસ ડેસ્ક, 23 ઓક્ટોબરઃ Gold Price: દિવાળીનો તહેવાર નજીર આવી રહ્યો છે. ત્યારે સોનાના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના લોકો ધનતેરસના દિવસે સોનાની ખરીદી કરતા હોય છે. પરંતુ ધનતેરસ પહેલા જ સોનાના ભાવ આસમાને પહોંચી ગયાં છે. જો તમે સોના-ચાંદીની ખરીદી કરવા ઈચ્છો છો, તો અહીં લેટેસ્ટ ભાવ જણાવવામાં આવ્યા છે.
આજે રાજકોટમાં સોનાના ભાવ 78 હજાર 890 છે. જ્યારે ચાંદીનો ભાવ 99 હજાર 900 રૂપિયા નોંધાયો છે. રાજકોટ બાદ અમદાવાદમાં આજે 79 હજાર 640 રૂપિયા સોનાનો ભાવ નોંધાયો છે. જ્યારે ચાંદીનો ભાવ 1 લાખ 20 હજાર રૂપિયા નોંધાયો છે.
24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે. જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરેટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે.
જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે.

