Raksha Bandhan 2024

Raksha Bandhan 2024: આવતી કાલે રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાનો શુભ સમય?

ધર્મ ડેસ્ક, 18 ઓગષ્ટઃ Raksha Bandhan 2024: શ્રાવણ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ તહેવારો આવે છે, જેમાંથી રક્ષાબંધન પણ એક છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે બહેન ભાઇને રાખડી બાંધીને લાંબા આયુષ્યની કામના કરે છે. એમ પણ કહેવાય છે કે, ભાઇને રાખડી બાંધતા પહેલાં ભગવાનને રાખડી બાંધવી જોઇએ.

આ પણ વાંચોઃ Minor Girl Gang Rap in Daheradun:દહેરાદૂનમાં નિર્ભયા જેવી ઘટના! સરકારી બસમાં કિશોરી પર 6 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ કર્યો

રક્ષાબંધન કેલેન્ડર મુજબ શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે પરંતુ રક્ષાબંધનની તારીખને લઇને લોકોમાં મૂંઝવણમાં છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટના રોજ સવારે 3:04 કલાકે શરૂ થશે અને 19મી ઓગસ્ટના રોજ રાત્રે 11:55 કલાકે સમાપ્ત થશે.

આ પણ વાંચોઃ Road Accident In UP: ઉત્તર પ્રદેશમાં પીકઅપ અને ખાનગી બસ વચ્ચે ભયંકર અકસ્માત, 8 લોકોના મોત નિપજ્યા- 21 લોકો ઇજાગ્રસ્ત

રાખડી બાંધવાનો શુભ સમય
19મી ઓગસ્ટે રાખડી બાંધવાનો સૌથી ખાસ સમય બપોરે 1:43 થી 4:20 સુધીનો રહેશે, તે સમયે તમે રાખડી બાંધી શકો છો. તમને રાખડી બાંધવા માટે કુલ 2 કલાક 37 મિનિટનો સમય મળશે, જે સૌથી શુભ સમય માનવામાં આવે છે.આ સિવાય તમે પ્રદોષ કાળમાં સાંજે તમારા ભાઈના કાંડા પર રાખડી પણ બાંધી શકો છો. આ દિવસે પ્રદોષ કાલ સાંજે 06:56 થી 09:07 સુધી રહેશે.