PM Modi In Poland

PM Modi in Poland: PM મોદી પોલેન્ડના પ્રવાસે, કહ્યું- મિત્રો, ભારત ગમે તે કરે,તે એક ઈતિહાસ બની જાય છે- વાંચો વિગત

નવી દિલ્હી, 22 ઓગષ્ટઃ PM Modi in Poland: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની 2 દિવસના પ્રવાસે છે. તે 21 અને 22 ઓગસ્ટે પોલેન્ડમાં રહેશે અને ત્યારબાદ 23 ઓગસ્ટે યુક્રેન જવા રવાના થશે. આ દરમિયાન તેમણે પોલેન્ડમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે ભારત જે પણ કરે છે તે રેકોર્ડ બની જાય છે અને ઈતિહાસ બની જાય છે.

આ સાથે તેમણે ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની વાત પણ કરી હતી. આ દરમિયાન લોકો તેમનું ભાષણ ધ્યાનથી સાંભળતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ Minor Girl Gang Rap in Daheradun:દહેરાદૂનમાં નિર્ભયા જેવી ઘટના! સરકારી બસમાં કિશોરી પર 6 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ કર્યો

પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરી. તેને જોઈને લોકોએ પહેલા ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા. આ પછી પીએમ મોદીએ લાંબા સમય સુધી ભારતીયોને સંબોધિત કર્યા. આ દરમિયાન પીએમ મોદીએ જામ સાહેબ યુથ મેમોરિયલ પ્રોગ્રામ, સ્પેસ ડે અને ભારતના ઘણા રેકોર્ડની શરૂઆત કરવાની વાત કરી. તેમણે કહ્યું કે પોલેન્ડની વસ્તીના એક તૃતીયાંશ લોકો ભારતમાં દરરોજ મેટ્રો દ્વારા મુસાફરી કરે છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે મિત્રો, ભારત ગમે તે કરે. જે એક નવો રેકોર્ડ બની જાય છે. તે એક ઈતિહાસ બની જાય છે. ભારતે એક સાથે 100 થી વધુ ઉપગ્રહો લોન્ચ કર્યા હતા. આ પણ પોતાનામાં એક રેકોર્ડ છે.


હવે બે દિવસ પછી એટલે કે 23મી ઓગસ્ટે નેશનલ સ્પેસ ડે છે. આ દિવસે ભારતે તેનું ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતાર્યું હતું. જ્યાં કોઈ દેશ નથી પહોંચી શક્યો ત્યાં ભારત પહોંચી ગયું છે અને તે જગ્યાનું નામ છે શિવશક્તિ. ઉલ્લેખનીય છે કે, પોલેન્ડમાં 25 હજારથી વધુ ભારતીયો રહે છે.