Heavy Rain

Heavy Rain Forecast: આજે રાજયના અનેક વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, 6થી 7 ઇંચ વરસાદ પડે તેવી સંભાવના

અમદાવાદ, 22 ઓગષ્ટઃ Heavy Rain Forecast: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 26 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારેની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ PM Modi in Poland: PM મોદી પોલેન્ડના પ્રવાસે, કહ્યું- મિત્રો, ભારત ગમે તે કરે,તે એક ઈતિહાસ બની જાય છે- વાંચો વિગત

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદનું વાતાવરણ જોવા મળી શકે છે. ગુજરાતમાં આજે એટલે કે 22 અને 23 ઓગસ્ટના રોજ કેટલાક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ Minor Girl Gang Rap in Daheradun:દહેરાદૂનમાં નિર્ભયા જેવી ઘટના! સરકારી બસમાં કિશોરી પર 6 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ કર્યો

પંચમહાલ, વડોદરાના ભાગોમાં 3 થી 4 ઈંચ વરસાદ વરસે તેવી પણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 6 થઈ 7 ઈંચ વરસાદ પડે તેવી પ્રબળ સંભાવના વ્યક્ત કરી છે.