Rape

Minor Girl Gang Rap in Daheradun:દહેરાદૂનમાં નિર્ભયા જેવી ઘટના! સરકારી બસમાં કિશોરી પર 6 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ કર્યો

નવી દિલ્હી, 18 ઓગષ્ટઃ Minor Girl Gang Rap in Daheradun: દિલ્હીનું નિર્ભયા કાંડ તો તમને યાદ જ હશે. એ વાત હજી ભુલાઇ નથી તેવામાં કોલકત્તા ખાતે એક ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર કરી હત્યા કરવામાં આવી હતી. તે વાતને હજી ગણતરીના દિવસો થયા છે, તેવા ફરી આ પ્રકારની ઘટના દહેરાદૂનમાં બની છે જ્યાં સરકારી બસમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો હચમચાવી મૂકે તેવો કિસ્સો સામે આવ્યો છે.

આ પણ વાંચોઃ Road Accident In UP: ઉત્તર પ્રદેશમાં પીકઅપ અને ખાનગી બસ વચ્ચે ભયંકર અકસ્માત, 8 લોકોના મોત નિપજ્યા- 21 લોકો ઇજાગ્રસ્ત

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને બસ ડ્રાઈવર, કંડક્ટર સહિત કુલ 6 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને મેડિકલ રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે. પીડિતા યુપીના મુરાદાબાદની વતની હતી.

આ પણ વાંચોઃ Banas Dairy: બનાસ ડેરીની 56મી સાધારણ સભામાં દૂધના કિલો ફેટના ભાવ વધારોની કરી જાહેરાત- વાંચો વિગત

ઘટના બાદ સગીરાની માનસિક હાલત બગડી ગયાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ઘટના 12 ઓગસ્ટની રાતે સાડા બાર વાગ્યે બની હોવાની જાણકારી છે. તે સમયે પીડિતા દિલ્હીના આઈએસબીટીથી ઉત્તરાખંડ રોડવેઝની બસમાં દહેરાદૂન પહોંચી હતી. એ સમયે જ અડધી રાતે સગીરા સામે આ સામૂહિક દુષ્કર્મની હચમચાવી મૂકે તેવી ઘટના બની હતી.