અમદાવાદ, 03 જૂન: Rain Update: ગુજરાતના અમદાવાદમાં રવિવારે (1 જૂન) રમાયેલી IPL 2025ની ક્વોલિફાયર-2 મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સને વરસાદ અડચણરૂપ થયો હતો. જેમાં વરસાદને કારણે મેચ નિર્ધારિત સમયે શરુ થઈ શકી ન હતી. જ્યારે હવામાન વિભાગે આગામી 8 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે. તેવામાં આવતીકાલે મંગળવારે (3 જૂન) અમદાવાદમાં IPL 2025ની ફાઈનલ મેચ રમાવાની છે, ત્યારે મેચમાં વરસાદનું વિઘ્ન નડે તેવી સંભાવના છે. ચાલો જાણીએ આગામી દિવસોમાં કયાં-કેવો રહેશે વરસાદી માહોલ.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 3, 2025
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે 3 જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અરમેલી, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ પણ વાંચોઃ NEET Exam Postponed: NBEMSનો નિર્ણય, NEET PG 2025ની પરીક્ષા સ્થગિત- જાણો શું છે કારણ?
રાજ્યમાં 4 જૂનના રોજ વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળો અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અરમેલી, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આગામી 8 જૂન સુધી રાજ્યમાં 26થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી છે, ત્યારે 5 જૂને મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, બનાસકાંઠા, પાટણ, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અરમેલી, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
7-8 જૂનના રોજ રાજ્યના અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.
આ પણ વાંચોઃ Vinay sinh solanki: મહેસાણાનો આ છોકરો બનશે ગુજરાતનો ઉભરતો ક્રિકેટ સ્ટાર, જાણો કોણ છે વિનયસિંહ સોલંકી?

