NEET PG Result 2024

NEET Exam Postponed: NBEMSનો નિર્ણય, NEET PG 2025ની પરીક્ષા સ્થગિત- જાણો શું છે કારણ?

નવી દિલ્હી, 03 જૂન: NEET Exam Postponed: નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS)એ અનુસ્નાતક અભ્યાસક્રમો માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET PG-2025) સ્થગિત રાખી છે. NEET PG-2025ની એન્ટ્રન્સ ટેસ્ટમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા માટે પરીક્ષા એક જ શિફ્ટમાં લેવાના સુપ્રીમ કોર્ટના નિર્દેશને ધ્યાનમાં રાખીને NBEMSએ આ પ્રકારનો નિર્ણય લીધો છે. હાલ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં પરીક્ષા એક જ શિફ્ટમાં લેવામાં આવશે. નવી પરીક્ષાની તારીખો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ Vinay sinh solanki: મહેસાણાનો આ છોકરો બનશે ગુજરાતનો ઉભરતો ક્રિકેટ સ્ટાર, જાણો કોણ છે વિનયસિંહ સોલંકી?

NBEMS દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિફિકેશન મુજબ, અદિતિ અને અન્ય વિરુદ્ધ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ‘અમે, તે મુજબ પ્રતિવાદીઓને NEET-PG 2025 પરીક્ષા એક જ શિફ્ટમાં યોજવા માટે જરૂરી વ્યવસ્થા કરવા નિર્દેશ આપીએ છીએ. જેથી સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે અને સલામત કેન્દ્રો ઓળખવામાં આવે અને તેને શરૂ કરવામાં આવે.’ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને NBEMSએ NEET PG-2025ની પરીક્ષા હવે બે શિફ્ટમાં લેવામાં આવશે નહી.

NEET PG 2025ની આગામી 15 જૂનના રોજ લેનારી પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે, ત્યારે NBEMSએ એક જ શિફ્ટમાં ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવે તે માટે પરીક્ષા કેન્દ્રો અને જરૂરી પગલાને લઈને કામ કરી રહ્યું છે. જ્યારે પરીક્ષા તારીખ આગામી દિવસોમાં સત્તાવાર વેબસાઈટ natboard.edu.in અને nbe.edu.in જણાવવામાં આવશે.

NBEMSએ આજે 2 જૂનના રોજ NEET PG 2025ને લઈને એડવાન્સ્ડ સિટી ઇન્ટિમેશન સ્લિપ જાહેર કરવાની આશા હતી, પરંતુ પરીક્ષા સ્થગિત થવાના કારણે હવે એડમિટ કાર્ડ અને પરીક્ષાની નવી તારીખ વહેલીતકે જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ New Rules in Cricket: 1 જૂનથી બદલાઈ જશે ક્રિકેટના આ નિયમો, ICCએ આપી મંજૂરી- વાંચો વિગત