નવી દિલ્હી, 14 સપ્ટેમ્બરઃ PM Modi welcomes calf: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે એક નવા મહેમાનનું આગમન થયું છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા પર આ નવા મહેમાન વિશે માહિતી શેર કરી છે. તમને જાણીને નવાઇ લાગશે પરંતુ આ મહેમાન એક વાછરડું છે.
हमारे शास्त्रों में कहा गया है – गाव: सर्वसुख प्रदा:’।
लोक कल्याण मार्ग पर प्रधानमंत्री आवास परिवार में एक नए सदस्य का शुभ आगमन हुआ है।
प्रधानमंत्री आवास में प्रिय गौ माता ने एक नव वत्सा को जन्म दिया है, जिसके मस्तक पर ज्योति का चिह्न है।
इसलिए, मैंने इसका नाम ‘दीपज्योति’… pic.twitter.com/NhAJ4DDq8K
— Narendra Modi (@narendramodi) September 14, 2024
PM નરેન્દ્ર મોદીએ આ વીડિયો ક્લિપ શેર કરતા લખ્યું કે, ‘આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે- ગામ: સર્વસુખ પ્રદા: પ્રધાનમંત્રી આવાસ પરિવારમાં નવા સભ્યનું શુભ આગમન થયું છે. મારા નિવાસ સ્થાને પ્રિય ગૌ માતાએ એક વાછરડાને જન્મ આપ્યો છે, જેના કપાળ પર પ્રકાશનું ચિહ્ન છે. તેથી, મેં તેનું નામ ‘દીપજ્યોતિ’ રાખ્યું છે.’
A new member at 7, Lok Kalyan Marg!
Deepjyoti is truly adorable. pic.twitter.com/vBqPYCbbw4
— Narendra Modi (@narendramodi) September 14, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાણીઓ પ્રત્યેના પ્રેમનો લેટેસ્ટ વીડિયો સામે આવતા જ લોકોએ તેને શેર કરવાનું શરૂ કરી દીધું છે. થોડી જ વારમાં પીએમના વાછરડા સાથેના વીડિયો અને ફોટા વાયરલ થવા લાગ્યા. સોશિયલ મીડિયા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ઘણાં યુઝર્સે PM ના પશુ પ્રેમની પ્રશંસા કરી તેમજ આ વીડિયોને અત્યાર સુધીનો બેસ્ટ વીડિયો પણ કહ્યો છે.

