Mpox Vaccine

Mpox Vaccine: Mpoxની પ્રથમ રસીને WHO તરફથી મળી મંજૂરી, આ રીતે શરુ થશે વેક્સીનેશનની પ્રક્રિયા- વાંચો વિગત

હેલ્થ ડેસ્ક, 14 સપ્ટેમ્બરઃ Mpox Vaccine: WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) એ તેની સારવાર માટે રસીને પ્રથમ મંજૂરી આપી દીધી છે. ડબ્લ્યુએચઓએ શુક્રવારે કહ્યું કે તેણે પુખ્ત વયના લોકોમાં એમપોક્સની સારવારમાં રસીના ઉપયોગ માટે પ્રથમ મંજૂરી આપી છે. આફ્રિકા અને અન્ય દેશોમાં આ રોગ સામે લડવાની દિશામાં આ એક મોટું પગલું છે.

આ પણ વાંચોઃ PM Modi welcomes calf: વડાપ્રધાને પોતાના ઘરે થયુ નાનકડા મહેમાનનું આગમન, PMએ દીપજ્યોતિ રાખ્યુ નામ-જુઓ વીડિયો

એમપોક્સનું જોખમ અહીં સૌથી વધુ છે. આવા દેશોમાં પ્રથમ રસીકરણ થશે. Mpox વાયરસની સારવાર માટે રસી મંજૂર કરવાનો અર્થ એ છે કે GAVI વેક્સિન એલાયન્સ અને યુનિસેફ તેને ખરીદી શકે છે. પરંતુ, તેનો પુરવઠો મર્યાદિત છે કારણ કે આ રસીના એક જ ઉત્પાદક છે. ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલે કહ્યું કે એમપોક્સની સારવાર માટે રસીના ઉપયોગની મંજૂરી આ રોગ સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ પગલું છે.

WHO તરફથી મળેલી આ પરવાનગી બાદ હવે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને બે ડોઝની રસી આપી શકાશે. આફ્રિકા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અધિકારીઓએ ગયા મહિને જણાવ્યું હતું કે કોંગોમાં લગભગ 70 ટકા કેસ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળ્યા છે. કાંગો MPOX થી સૌથી વધુ પ્રભાવિત દેશ છે.

આ પણ વાંચોઃ Custom Duty Rise: કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યુટી વધારવાનો લીધો નિર્ણય, બીજી તરફ ડુંગળી પર એક્સપોર્ટ ડ્યૂટી ઘટાડી – વાંચો વિગત

ગયા મહિને, WHO એ આફ્રિકાના ઘણા ભાગોમાં MPOX ના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને બીજી વખત MPOX ને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી. ભારતમાં પણ મંકીપોક્સ વાયરસથી પીડિત વ્યક્તિ મળી આવી છે. તેમની LNJP (લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલ)માં સારવાર ચાલી રહી છે.