બિઝનેસ ડેસ્ક, 14 સપ્ટેમ્બરઃ Custom Duty Rise: કેન્દ્ર સરકારે વધુ એક ઝટકો આપતા ક્રૂડ અને રોજીંદા જીવનમાં વપરાતા ખાદ્ય તેલ(રિફાઈન્ડ ઓઈલ) પર કસ્ટમ ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે. આ વધારો સનફ્લાવર તેલ, પામ તેલ અને સોયાબીન તેલ પર કરવામાં આવ્યો છે. સરકારે જાહેર કરેલા નોટિફિકેશન અનુસાર ક્રૂડ ઓઈલ પર કસ્ટમ ડ્યૂટી 0થી વધારીને 20 ટકા કરવામાં આવી છે, જ્યારે ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યૂટી વધારીને હવે 32.5 ટકા કરી દેવામાં આવી છે.
किसान हितैषी मोदी सरकार ने किसान भाइयों-बहनों के हित में निर्णय लेते हुए खाद्य तेलों के आयात शुल्क को 0% से बढ़ाकर 20% कर दिया है। अन्य उपकरणों को जोड़ने पर कुल प्रभावी शुल्क 27.5% हो जाएगा।
आयात शुल्क बढ़ाने से सोयाबीन के फसल की कीमतों में वृद्धि होगी और खाद्य तेल निर्माता भी…
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) September 14, 2024
નાણા મંત્રાલએ જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવામાં આવ્યું છે કે, સરકારે ક્રૂડ ઓઈલ અને રિફાઈન્ડ સનફ્લાવર તેલ, પામ તેલ અને સોયાબીન તેલ માટે બેઝિક કસ્ટમ ડ્યુટી વધારી છે. કસ્ટમ ડ્યુટીમાં કરાયેલા ફેરફાર બાદ નવા દરો આજથી એટલે કે 14 સપ્ટેમ્બર 2024થી લાગુ થઇ જશે.
किसानों के विकास के लिए प्रतिबद्ध मोदी सरकार ने रिफाइन ऑयल के लिए मूल शुल्क (बेसिक ड्यूटी) को 32.5% तक बढ़ाने का निर्णय लिया है।
इस निर्णय से रिफाइनरी तेल के लिए सरसों, सूरजमुखी और मूंगफली की फसलों की मांग बढ़ेगी।
किसानों को इन फसलों के बेहतर दाम मिल सकेंगे और साथ ही छोटे एवं…
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) September 14, 2024
ક્રૂડ ઓઈલ પર બેઝિક કસ્ટમ ડ્યુટી 0થી વધારી 20 ટકા કરવામાં આવી છે, જ્યારે ખાદ્ય તેલ પર તે કસ્ટમ ડ્યુટી 12.5થી વધારી 32.5 ટકા કરવામાં આવી છે. બેઝિક કસ્ટમ ડ્યુટીમાં વધારો કરાયા બાદ હવે ક્રૂડ ઓઈલ પ્રભાવી ડ્યુટી વધીને 5.5 ટકાથી વધીને 27.5 ટકા અને ખાદ્ય તેલ પરની પ્રભાવી ડ્યુટી અનુક્રમે 13.75 ટકાથી વધીને 35.75 ટકા થશે.
किसानों की प्रगति के प्रति संकल्पित मोदी सरकार ने प्याज के निर्यात शुल्क को 40% से कम कर 20% कर दिया है।
निर्यात शुल्क के कम हो जाने से प्याज उत्पादक किसानों को प्याज के अच्छे दाम मिलेंगे और प्याज का निर्यात भी बढ़ेगा।
सरकार के इस निर्णय से किसानों के साथ प्याज से जुड़े अन्य…
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) September 14, 2024
સરકારે ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યુટી વધારવાની સાથે વધુ એક મોટો નિર્ણય લીધો છે. ડુંગળીના ખેડૂતોને રાહત આપતા મોદી સરકારે ડુંગળીની લઘુત્તમ નિકાસ કિંમત હટાવી દીધી છે. આ સિવાય ડુંગળી પર એક્સપોર્ટ ડ્યૂટી 40 ટકાથી ઘટાડીને 20 ટકા કરી દીધી છે. સરકારના આ પગલાની અસર ડુંગળીના ભાવ પર પણ જોવા મળી શકે છે, જે છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહી હતી. ડુંગળી ઉપરાંત સરકારે બાસમતી ચોખાની નિકાસ પર પણ લઘુત્તમ નિકાસ કિંમત હટાવી દીધી છે.

