સ્પોર્ટ્સ ડેસ્ક, 13 સપ્ટેમ્બરઃ Paralympic Games stars: ભારતીય પેરા-એથ્લેટ્સે આ ગેમ્સમાં 29 મેડલ જીત્યા અને અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. પેરિસમાં 8 સપ્ટેમ્બરે પૂરી થયેલી ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરીને પરત ફરેલા ખેલાડીઓ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા છે.
India’s Paralympic champions have set a new benchmark with the highest-ever medal count. It was a delight to interact with them. https://t.co/yLkviuJCaI
— Narendra Modi (@narendramodi) September 13, 2024
ગુરુવારે, 12 સપ્ટેમ્બરના રોજ, પીએમ મોદીએ માત્ર પેરાલિમ્પિક્સના મેડલ વિજેતાઓનું જ નહીં પરંતુ ગેમ્સમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓનું તેમના નિવાસસ્થાને સ્વાગત કર્યું અને તેમની સાથે વાત કરતાં તેમણે તેમને અભિનંદન આપ્યા અને પ્રોત્સાહિત કર્યા. આ દરમિયાન ગેમ્સમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતનાર હરવિંદર સિંહે પીએમને પોતાનું તીર ગિફ્ટ કર્યું હતું.
દેશમાં રમત-ગમત અને ખેલાડીઓને સતત પ્રોત્સાહન આપી રહેલા પીએમ મોદી તાજેતરમાં દેશના ટોચના ખેલાડીઓને મળ્યા હતા. જુલાઈમાં જ, પીએમ રોહિત શર્માની કેપ્ટનશીપવાળી T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમને મળ્યા હતા. જે બાદ ગયા મહિને જ, PMએ તેમના લોક કલ્યાણ માર્ગ નિવાસસ્થાને પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનારા મેડલ વિજેતાઓ અને ખેલાડીઓને મળ્યા હતા. આ ટ્રેન્ડને ચાલુ રાખતા પીએમ મોદીએ હવે પેરાલિમ્પિક્સના સ્ટાર્સને પોતાના ઘરે બોલાવ્યા અને તેમની સાથે લાંબા સમય સુધી ચર્ચા કરી, એથ્લેટ્સના અનુભવો સાંભળ્યા અને પોતાના અનુભવો પણ શેર કર્યા.
#WATCH | After meeting PM Modi, Paralympic Gold Medalist in Archery, Harvinder Singh says “I gifted my arrow to Prime Minister Modi, that was used in the Paralympics…PM Modi motivated us a lot and he congratulated our team…He spoke to the medal winner, participants and also… pic.twitter.com/sBRq6dyc3G
— ANI (@ANI) September 12, 2024
ઉલ્લેખનીય છે કે, પેરાલિમ્પિક ગેમ્સમાં તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બનેલા હરવિંદર સિંહે પીએમને પોતાનું તીર ભેટમાં આપ્યું હતું, જેનો ઉપયોગ તેમણે આ ગેમ્સ દરમિયાન કર્યો હતો. પીએમને મળ્યા બાદ હરવિંદરે કહ્યું કે પીએમએ માત્ર મેડલ વિજેતાઓ સાથે જ નહીં પરંતુ ગેમ્સમાં ભાગ લેનારા દરેક ખેલાડી સાથે પણ વાત કરી અને સપોર્ટ સ્ટાફના સભ્યો સાથે પણ ચર્ચા કરી. પીએમ મોદીએ તેમને પ્રોત્સાહિત પણ કર્યા.
આ પણ વાંચોઃ CM Arvind Kejriwal Bail Granted: આખરે, સુપ્રીમ કોર્ટે 177 દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા- વાંચો વિગત

