Landslides On Utrakhand Highway

Landslides on Utrakhand highway: ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલના કારણે બદ્રીનાથ-યમુનોત્રી હાઇવે બંધ કરાયો, વાંચો વિગત

નવી દિલ્હી, 14 સપ્ટેમ્બરઃ Landslides on Utrakhand highway: ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલના લીધે મુસીબત ઊભી થઈ છે. ચમોલીમાં બદ્રીનાથ હાઇવેનો વૈકલ્પિક માર્ગ નંદપ્રયાગ સેકોટ કોઠિયાલસેન માર્ગ ભૂસ્ખલનના લીધે બંધ થઈ ગયો છે.

આ પણ વાંચોઃ Paralympic Games stars: વડાપ્રધાન મોદી પેરાલિમ્પિક ગેમ્સના વિજેતા સહિત ભાગ લેનારા ખેલાડીઓ સાથે કરી મુલાકાત, વિજેતા હરવિંદરે આપી PMને ખાસ ભેટ

જ્યારે યમુનોત્રી, બદ્રીનાથ હાઇવે પણ બંધ પડ્યો છે. ત્યારે ચારધામની યાત્રાએ નીકળેલા બનાસકાંઠા પાલનપુરના 40 શ્રદ્ધાળુઓ પણ યમુનોત્રી માર્ગ પર ફસાયા છે. આ માર્ગ પર ભૂસ્ખલનના કારણે મોટી શીલાઓ રસ્તા ઉપર પડતાં રસ્તો બંધ થઈ ગયો છે.

તો બીજી તરફ થરાલી ચેપડો પાસે થરાલી દેવાલ મોટર માર્ગ પર ભૂસ્ખલનના લીધે ચીડના બે મોટા વૃક્ષો રસ્તા પડી ગયા હોવાથી 12 કલાકથી રસ્તો બંધ છે. જેસીબીની મદદથી તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ નિષ્ફળતા મળી છે. જ્યારે કર્ણપ્રયાગ પાસે ચટવાપીપલમાં બદ્રીનાથ હાઇવે બંધ છે. અહીં અનેક શ્રદ્ધાળુઓ ફસાયેલા છે.

આ પણ વાંચોઃ Ganesh Visarjan: ગાંધીનગર ખાતે ગણેશ વિસર્જનમાં 10 લોકો પાણીમાં ડૂબ્યાની હોવાની શક્યતા, 8 વ્યક્તિના મોત નિપજ્યા

યમુનોત્રી હાઇવે પર પથ્થરો ધસી પડતાં ઠેર-ઠેર હાઇવે બંધ છે, જેના લીધે શ્રદ્ધાળુઓની સાથે-સાથે સ્થાનિક લોકો પણ હાઇવે ખુલવાની રાહ જોઈ રહ્યા છે. યમુનોત્રી હાઇવે રાડી નજીક બંધ થતાં યમુના ઘાટીના જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે.