Drowned

Ganesh Visarjan: ગાંધીનગર ખાતે ગણેશ વિસર્જનમાં 10 લોકો પાણીમાં ડૂબ્યાની હોવાની શક્યતા, 8 વ્યક્તિના મોત નિપજ્યા

ગાંધીનગર, 13 સપ્ટેમ્બરઃ Ganesh Visarjan: ગાંધીનગરથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. ગણેશ વિસર્જન સમયે વાસણા સોગઠી ગામ નજીક 10 લોકો મેશ્વો નદીમાં ડૂબી જતાં સમગ્ર માહોલ ગમગીન બની ગયો છે. પ્રાથમિક માહિતી અનુસાર 8 મૃતદેહો પણ મળી આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. જ્યારે હજુ અન્ય લાપતા વ્યક્તિઓની શોઘખોળ ચાલી રહી છે.

આજે વાસણા સોરઠી ગામે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેથી ગામમાં ધામધૂમથી ગણેશજીને વિદાય આપવાની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ હતી. ગણેશ વિસર્જન માટે ગ્રામજનો મેશ્વો નદીએ જવાના હતા. તે દરમિયાન ગામના કેટલાક યુવાનો અગાઉથી નદીએ પહોંચી ન્હાવા માટે કૂદ્યા હતા.

આ પણ વાંચોઃ CM Arvind Kejriwal Bail Granted: આખરે, સુપ્રીમ કોર્ટે 177 દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા- વાંચો વિગત

ત્યારબાદ વિસર્જન માટે પાછળથી આવી રહેલા ગ્રામજનોએ આ યુવાનોને ડૂબતાં જોઇ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ 8 લોકો ડૂબી જતાં તેમના મોત નિપજતાં તેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ 2 લોકો ગુમ હોવાથી શોધખોળ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

સ્થાનિક રહીશના જણાવ્યા અનુસાર આ યુવાનો વાસણા- સોગઠી ગામના મોટાવાસના રહેવાસી છે. જેમાંથી 4-5 યુવાનો કાકા-બાપાના દિકરા છે જ્યારે અન્ય મિત્ર યુવાનો છે. આ અરેરાટીભરી ઘટનાથી ગામમાં ગમગીનીભર્યું વાતાવરણ સજાર્યું છે. પોલીસ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Duplicate Gutkha : સુરત પોલીસે એક ગોડાઉનમાં રેડ પાડી ડુપ્લીકેટ ગુટખાનો રૂ.4 કરોડથી વધુનો જથ્થો ઝડપ્યો- વાંચો વિગત