CM Arvind Kejariwal

CM Arvind Kejriwal Bail Granted: આખરે, સુપ્રીમ કોર્ટે 177 દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા- વાંચો વિગત

નવી દિલ્હી, 13 સપ્ટેમ્બરઃ CM Arvind Kejriwal Bail Granted: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લિકર કૌભાંડ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 177 દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા છે.

જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો છે. જણાવી દઈએ કે, દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન પર સુપ્રીમ કોર્ટે પહેલાથી જ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ત્યારબાદ, ચર્ચા દરમિયાન સીબીઆઈ અને કેજરીવાલે પોતાની દલીલો રજૂ કરી હતી.

આ પણ વાંચોઃ Duplicate Gutkha : સુરત પોલીસે એક ગોડાઉનમાં રેડ પાડી ડુપ્લીકેટ ગુટખાનો રૂ.4 કરોડથી વધુનો જથ્થો ઝડપ્યો- વાંચો વિગત

ઇડીએ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરી હતી. 190 દિવસની પૂછપરછ બાદ 1 એપ્રિલે તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. 10 મેના રોજ 21 દિવસ માટે ચૂંટણીના પ્રચાર માટે છોડવામાં આવ્યા હતા. આ મુક્તિ 51 દિવસ જેલમાં રહ્યા બાદ મળી હતી. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની એક જૂન સુધી છોડવાની મંજૂરી આપી હતી, ત્યારબાદ 2 જૂને કેજરીવાલે તિહાડ જેલમાં સરેન્ડર કર્યું હતું.

આજે 13 સપ્ટેમ્બરે કેજરીવાલને મુક્તિ મળી છે, એટલે અરવિંદ કેજરીવાલે કુલ 177 દિવસ જેલમાં વિતાવ્યા છે, જો 21 દિવસની મુક્તિને બાદ કરીએ તો કેજરીવાલે કુલ 156 દિવસ જેલમાં વિતાવ્યા છે.

આ પણ વાંચોઃ E Vehicle Scheme: ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા મોદી સરાકારે જાહેર કરી નવી યોજના, સબસિડીની સાથે થશે આ ફાયદો

નોંધનીય છે કે, દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાને નવમી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે રાહત આપી હતી. 17 મહિના બાદ સિસોદિયા જેલમાંથી જામીન પર બહાર આવ્યા હતા. કથિત દારૂ નીતિ કૌભાંડ કેસમાં ટ્રાયલ શરૂ થવામાં વિલંબના કારણે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા.