સુરત, 13 સપ્ટેમ્બરઃ Duplicate Gutkha: સુરત શહેર પોલીસની પીસીબી-એસઓજી શાખાએ સારોલી પોલીસ મથકની હદમાં આવેલા સણીયા હેમાદ સ્થિત પ્રિન્સ એસ્ટેટના એક ગોડાઉનમાં રેડ પાડી ડુપ્લીકેટ ગુટખાનો રૂ.4 કરોડથી વધુનો જથ્થો ઝડપી લીધો છે. ડુપ્લીકેટ ગુટખાનો જથ્થો ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનથી ગોડાઉનમાં લાવી અહીં પેક કરી અન્ય સ્થળોએ મોકલાતો હતો. પોલીસે આ પ્રકરણમાં કુલ રૂ.6 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી ત્રણને ઝડપી પાડી અન્ય બે ને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત શહેર પોલીસની પીસીબી-એસઓજી શાખાએ મળેલી બાતમીના આધારે વીતેલા સારોલી પોલીસ મથકની હદમાં આવેલા સણીયા હેમાદ સ્થિત પ્રિન્સ એસ્ટેટના એક ગોડાઉનમાં રેઈડ કરી હતી. પોલીસે ત્યાંથી ડુપ્લીકેટ ગુટખાનો રૂ.4 કરોડથી વધુનો જથ્થો ઝડપી લીધો હતો.
ડુપ્લીકેટ ગુટખાનો જથ્થો ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનથી ગોડાઉનમાં લાવી અહીં પેક કરી અન્ય સ્થળોએ મોકલાતો હતો. પોલીસે આ પ્રકરણમાં ગુટખા ઉપરાંત બે ટ્રક, અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ.6 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી ત્રણને ઝડપી પાડી અન્ય બે ને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

