One Nation One Election

One Nation One Election: આખરે કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં વન નેશન વન ઇલેક્શનને મંજૂરી મળી, વાંચો શું છે સંપૂર્ણ વિગત

નવી દિલ્હી, 18 સપ્ટેમ્બરઃ One Nation One Election: આખરે વન નેશન વન ઇલેક્શનને લઈને જે કામ અટક્યું હતું તે આગળ વધ્યું છે કારણ કે કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપી દેવાઈ છે. પરંતુ ઘણા પ્રશ્નો હજી જનતાના મનમાં રહેલા હશે.

સેન્ટ્ર્લમાં બહુમતી મળે પરંતુ રાજ્યમાં બહુમતી ના મળે તો શુ..હવે આ સવાલના જવાબ પર નજર કરવામાં આવે તો “One Nation, One Election” હેઠળ જો કોઈ પક્ષને કેન્દ્રમાં બહુમતી મળે છે પરંતુ કોઈ રાજ્યમાં બહુમતી ન મળે તો બંને સ્તરે સરકારો વિવિધ પક્ષો દ્વારા ચલાવવામાં આવશે. ભારતના સંઘીય બંધારણ મુજબ આ સામાન્ય છે, જ્યાં કેન્દ્ર અને રાજ્યો બંને માટે અલગ-અલગ ચૂંટણીઓ હોય છે અને તેઓ પાસે અલગ અધિકારક્ષેત્ર પણ હોય છે.

આ પણ વાંચોઃ Gujarat Weather forecast: ગુજરાતમાં ફરી આ તારીખે પડી શકે છે ભારે વરસાદ, જાણો ક્યા ક્યા પડશે વરસાદ?

કેન્દ્ર સરકાર તેના અધિકારક્ષેત્રમાં રાષ્ટ્રીય મુદ્દાઓનું સંચાલન કરશે, જ્યારે રાજ્ય સરકાર તેના રાજ્ય સાથે સંબંધિત વિષયો પર શાસન કરશે. આવા કિસ્સાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે કેટલાક નીતિ કે રાજકીય મતભેદો હોઈ શકે છે, પરંતુ બંને બંધારણ હેઠળ સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે છે. આનાથી સરકારો વચ્ચે સંકલનની જરૂરિયાત વધે છે, જેથી જનતાને અસર કરતી બાબતો પર કોઈ મતભેદ ન રહે અને શાસન સુચારુ રીતે ચાલે.

આ સાથે જ જો ગઠબંધનથી રાજ્યમાં સરકાર બની હોય અને તે ગઠબંધન સમય પહેલા જ (પાંચ વર્ષ પહેલા) તુટી પડે તો શુ સ્થિતિ સર્જાય તેને લઈને પણ મોટી વિચારણા કરવી રહી. આ સિવાય જો કોઈ રાજ્યમાં તોડફોડ કે અન્ય કારણોસર રાષ્ટ્રપતિ શાસન લાગે તો શુ થાય…કેવી રીતે ચૂંટણી યોજી અને સરકાર બની શકે.

આ પણ વાંચોઃ Gujarat 1st Annapurti ATM: ગુજરાતમાં પહેલીવાર ATMમાંથી 24 કલાક નીકળશે અનાજ, અહીંથી થશે શુભારંભ- વાંચો વિગત