Heavy Rain 1

Gujarat Weather forecast: ગુજરાતમાં ફરી આ તારીખે પડી શકે છે ભારે વરસાદ, જાણો ક્યા ક્યા પડશે વરસાદ?

અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ Gujarat Weather forecast: હાલ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને તે ચોમાસાનો છેલ્લો મહિનો છે. જોકે, આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રીય છે અને તેમાં એક બાદ એક સિસ્ટમો બની રહી છે. તાજેતરમાં જ બનેલું ડીપ ડિપ્રેશન હાલ ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ઉત્તર અને મધ્ય ભારતનાં રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી, પરંતુ 22 અને 23 તારીખની આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ વધી શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થોડો વધે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ Gujarat 1st Annapurti ATM: ગુજરાતમાં પહેલીવાર ATMમાંથી 24 કલાક નીકળશે અનાજ, અહીંથી થશે શુભારંભ- વાંચો વિગત

ગુજરાતમાં ફરી 25 સપ્ટેમ્બર બાદ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં ફરી એક લૉ-પ્રેશર એરિયા સર્જાઈ શકે છે. તે મહારાષ્ટ્ર પરથી ગુજરાતની પાસે આવી શકે છે. સપ્ટેમ્બરના અંતમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

હવામાન નિષ્ણાંત આગાહી અનુસાર, રાજ્યમાં વધુ એક વરસાદી રાઉન્ડની ટૂંક સમયમાં શરૂઆત થશે. સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં ભારે વરસાદની આગાહી છે.બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય છે જેના કારણે 24 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે. ચારથી પાંચ દિવસ સુધી વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલે સીએમ પદેથી આપ્યુ રાજીનામુ, 15 દિવસમાં ‘શીશમહેલ’ ખાલી કરશે- વાંચો વિગત