JK Grenade Blast

J&K Grenade Blast: જમ્મુ-કાશ્મીરમાં કોર્ટ કેમ્પસમાં થયો ગ્રેનેડ બ્લાસ્ટ, એક જવાન ઘાયલ- વાંચો સંપૂર્ણ વિગત

શ્રીનગર, 24 ઓક્ટોબરઃ J&K Grenade Blast: જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં ગ્રેનેટ વિસ્ફોટ થતા અફરાતફરી મચી છે. જિલ્લાના મલખાના કોર્ટ પરિસરમાં અચાનક ધડાકો થયો, જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન ઘાયલ થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે.

આ પણ વાંચોઃ Holiday for gove employees: સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે ચાર દિવસની રજા જાહેર, પડતર દિવસે પણ મળશે છુટ્ટી- વાંચો વિગત

વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, ઉત્તર કાશઅમીરના બારામુલાના મલખાના કોર્ટ પરિસરમાં આજે લગભગ એક વાગ્યેને પાંચ મિનિટે આ ઘટના બની છે, જેમાં ભૂલથી ગ્રેનેટ વિસ્ફોટ થતાં ડ્યુટી પર તહેનાત એક પોલીસ કર્મચારી ઘાયલ થયો છે. તેમણે એમ પણ કહ્યું કે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે સામાન્ય જનતાને અનુરોધ કર્યો છે કે, તેઓ અફવા પર ધ્યાન ન આપે.

આ પણ વાંચોઃ Diwali Date: 31 ઓક્ટોબર કે 1 નવેમ્બર ક્યારે ઉજવાશે દિવાળીનો તહેવાર – જાણો આ વિશે શું કહે છે જ્યોતિષાચાર્યો?