Diwali Celebration

Holiday for gove employees: સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે ચાર દિવસની રજા જાહેર, પડતર દિવસે પણ મળશે છુટ્ટી- વાંચો વિગત

ગાંધીનગર, 23 ઓક્ટોબરઃ Holiday for gove employees: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી ગયા છે. જેમાં સરકાર દ્વારા કર્મચારીઓ માટે દિવાળીની રજા જાહેર કરવામાં આવી છે. જેમાં દિવાળી દિવાળી બાદ પડતર દિવસ પર પણ રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત દિવાળી, પડતર દિવસ, બેસતું વર્ષ અને ભાઈબીજની રજા સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. જેના કારણે સરકારી કર્મચારીઓમા ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

WhatsApp Image 2024 10 23 At 3.05.54 PM.width 800

આ પણ વાંચોઃ Diwali Date: 31 ઓક્ટોબર કે 1 નવેમ્બર ક્યારે ઉજવાશે દિવાળીનો તહેવાર – જાણો આ વિશે શું કહે છે જ્યોતિષાચાર્યો?

સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિપત્ર મુજબ કેલેન્ડર 2024 મુજબ તા.31-10-2024 ગુરુવારના દિવાળીની, તા.2-11-2024 શનિવારના રોજ નૂતન વર્ષ દિનની તથા તા.3-11-2024 રવિવારના દિવસે ભાઇબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. તથા આ વચ્ચે તા.1-11-2024 શુક્રવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ છે.

હવે દિવાળી પર્વમાં સરકાર અધિકારી -કર્મચારીઓ તહેવારો માણી શકે તેને લઇ તા.1-11-2024 શુક્રવારના રોજ તમામ સરકારી કચેરીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના બદલામાં તા.9-11-2024 બીજા શનિવારે તમામ કચેરીઓ ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ Firing in jamaica: ચાલુ મેચમાં થયો ગોળીબાર- અનેક ફેન્સ ઘાયલ, 5 લોકોના મોત નિપજ્યા- વાંચો શું છે મામલો?