Maryam Nawaz Sharif

Pakisatani Hindus: પાકિસ્તાની હિન્દુઓને સરકારે આપી મોટી ભેટ, રજાની સાથે 10 હજાર રુપિયા આપવાનું કર્યુ એલાન!

નવી દિલ્હી, 24 ઓક્ટોબરઃ Pakisatani Hindus: પાકિસ્તાનના પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે હિન્દુઓના પક્ષમાં મોટો નિર્ણય લીધો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે મરિયમ નવાઝ શરીફની આગેવાની હેઠળની પાકિસ્તાનની પંજાબ સરકાર ગુરુ નાનક જયંતિ અને દિવાળી પહેલા રાજ્યના 2,200 શીખ અને હિન્દુ પરિવારોને 10,000 પાકિસ્તાની રૂપિયા (ભારતના લગભગ 3 હજાર) આપશે. આ ઉપરાંત બલૂચિસ્તાન સરકારે પણ મોટું એલાન કરતા દિવાળીના અવસર પર હિન્દુ કર્મચારીઓ માટે 3 દિવસની રજાની જાહેરાત કરી છે.

આ પણ વાંચોઃ J&K Grenade Blast: જમ્મુ-કાશ્મીરમાં કોર્ટ કેમ્પસમાં થયો ગ્રેનેડ બ્લાસ્ટ, એક જવાન ઘાયલ- વાંચો સંપૂર્ણ વિગત

એક અહેવાલ પ્રમાણે પંજાબ સરકારના એક પ્રવક્તાએ જણાવ્યું કે, ‘મુખ્યમંત્રીએ અધિકારીઓને આદેશ આપ્યો છે કે, આપણા હિન્દુ અને શીખ ભાઈઓને તહેવાર કાર્ડ વહેંચવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરી દો. આ વર્ષની શરૂઆતથી આ 2,200 પરિવારોને ”તહેવાર કાર્ડ” કાર્યક્રમના ભાગરૂપે વાર્ષિક નાણાકીય મદદ મળશે. પાકિસ્તાનની પંજાબ સરકાર રાજ્યના 2,200 શીખ અને હિન્દુ પરિવારોને ગુરુ નાનક જયંતિ અને દિવાળી ઉજવવા માટે 10,000 પાકિસ્તાની રૂપિયા (લગભગ 3,000 ભારતીય રૂપિયા) આપીને તહેવાર કાર્ડ આપશે.’

પંજાબ કેબિનેટે ‘તહેવાર કાર્ડ’ પહેલને મંજૂરી આપી દીધી છે, જેના માધ્યમથી આ પરિવારોને પોતાના ધાર્મિક તહેવારોની ઉજવણી માટે નાણાકીય સહાય મળશે. આ વર્ષે દિવાળી 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી ઉજવવામાં આવશે. આ ઉપરાંત ગુરુનાનક જયંતિ 15 નવેમ્બરના રોજ છે. અધિકારીઓએ જણાવ્યું કે, ગુરુ નાનક દેવની 555મી જન્મજયંતિ માટે આવતા મહિને આવનારા વિદેશી તીર્થયાત્રીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Holiday for gove employees: સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે ચાર દિવસની રજા જાહેર, પડતર દિવસે પણ મળશે છુટ્ટી- વાંચો વિગત