અમદાવાદ, 23 ઓગષ્ટઃ Heavy Rain In Gujarat: ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 73 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મોડાસામાં 3.46 ઈંચ વરસાદ નોંધાયો છે.
જ્યારે નવસારીમાં 2.48 ઈંચ, સંખેડામાં 1.85 ઈંચ, ગારિયાધાર અને શિનોરમાં 1.81 ઈંચ, વલોડમાં 1.49 ઈંચ જોટલો વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચોઃ Bol Choth-Nagpacham : તહેવારોની સિઝન શરુ, આજે બોળચોથ અને નાગપાંચમ- જાણો ક્યારે છે રાંધણ છઠ્ઠ તથા શીતળા સાતમ?
હવામાન વિભાગ અનુસાર, આગામી પાંચ દિવસ રાજ્યના ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે (23મી ઑગસ્ટ) બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 18 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

