Kathmandu Bus Accident

kathmandu Bus Accident: ભારતીયોને લઈ જતી બસ નદીમાં ખાબકી, 14 લોકોના મોત નિપજ્યા- 40 લોકો હતા સવાર

નવી દિલ્હી, 23 ઓગષ્ટઃ kathmandu Bus Accident : નેપાળના તનહૂં જિલ્લાના અબુખૈરેની વિસ્તારમાં એક ભારતીય મુસાફરોને લઇ જઇ રહેલી બસ માર્સ્યાંગદી નદીમાં ખાબકી ગઇ છે. નેપાળ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. ડીએસપી દીપુકમાર રાયે જાણકારી આપી હતી કે યૂપી એફટી 7623 નંબર પ્લેટવાળી બસ નદીમાં ખાબકી ગઇ છે અને હવે નદીના કિનારે પડી છે.

આ પણ વાંચોઃ Heavy Rain In Gujarat: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 73 તાલુકામાં વરસાદ, હજી 5 દિવસ ભારે વરસાદની આગાહી

આ દુર્ઘટના બાદ રાહત અને બચાવકાર્યમાં 14 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને 16 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આ બસ પોખરાના મજેરી રિસોર્ટમાં રોકાયેલા ભારતીય મુસાફરોને લઇને કાઠમાંડુ તરફ રવાના થઇ હતી. અકસ્માત વખતે બસમાં ભારતીય મુસાફરો સવાર હતા.

આ પણ વાંચોઃ Devastation in Tripura: ત્રિપુરામાં અતિવૃષ્ટિના કારણે તબાહી, અત્યાર સુધીમાં 22 લોકોના મોત, 17 લાખ લોકોને થઇ અસર

પ્રાથમિક રિપોર્ટ અનુસાર બસ નદીમાં કેવી રીતે ખાબકી તેના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. તંત્રએ ઘટનાની ગંભીરતા જોતાં તમામ જરૂરી ઉપાય શરૂ કરી દીધા છે અને રાહત અને બચાવ કાર્યને પ્રાથમિકતા આપી છે.