Earthquake

Earthquakes: તિબેટથી દિલ્હી સુધી 17 કલાકમાં પૃથ્વી 10 વાર અનુભવાયા ભૂકંપના આંચકા, વાંચો સંપૂર્ણ વિગત

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરીઃ Earthquakes: તિબેટથી દિલ્હી અને બિહાર સુધી છેલ્લા 17 કલાકમાં 10 આંચકા આવ્યા છે. 16 ફેબ્રુઆરીએ બપોરે 3:52 કલાકે તિબેટમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ પછી, બીજો આંચકો 8:59 વાગ્યે, ત્રીજો 9:58 વાગ્યે અને ચોથો 11:59 વાગ્યે અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા 3.5 થી 4.5 સુધી માપવામાં આવી હતી.

છેલ્લા કેટલાક કલાકોમાં ભૂકંપના ચાર આંચકા અનુભવાયા બાદ તિબેટના લોકો ગભરાઈ ગયા છે. તેમજ છેલ્લા કેટલાક કલાકોમાં અરુણાચલ, તિબેટ, ઈન્ડોનેશિયા અને ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

ભૂસ્તરશાસ્ત્રીઓનું કહેવું છે કે દિલ્હી હિમાલયની નજીક આવેલું છે. હિમાલયની નજીક હોવાને કારણે દિલ્હીને ‘સિસ્મિક ઝોન’ ગણવામાં આવે છે. ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ અથડાવવાના કારણે હિમાલયની રચના થઇ છે, જેના કારણે આ ક્ષેત્રમાં વારંવાર ભૂકંપ આવે છે.

આ પણ વાંચોઃ Cyber Crime Helpline:તમારી સાથે ઓનલાઇન ફ્રોડ, તો તરત જ આ નંબર પર કૉલ કરો- વાંચો સંપૂર્ણ વિગત

આ સિવાય દિલ્હીની જમીન રેતાળ અને કાંપવાળી છે, જે ભૂકંપ દરમિયાન અસ્થિર બની શકે છે અને ઇમારતોને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે કહેવાય છે કે જો દિલ્હીમાં જોરદાર ભૂકંપ આવે તો ભારે નુકસાન થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, ભારત ચાર સિસ્મિક ઝોનમાં વહેંચાયેલું છે – ઝોન 2, ઝોન 3, ઝોન 4 અને ઝોન 5. આમાંથી, ઝોન 5 એ સૌથી ખતરનાક ઝોન છે, જ્યાં મોટા ભૂકંપનું જોખમ રહેલું છે. જ્યારે, ઝોન 2 સૌથી ઓછો ખતરનાક માનવામાં આવે છે. જો દિલ્હીની વાત કરવામાં આવે તો, તે ઝોન 4 માં આવે છે. મતલબ કે અહીં ભૂકંપનું જોખમ છે.

આ પણ વાંચોઃ Pratik Priya wedding: પ્રતીક બબ્બરે લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ પ્રિયા સાથે કર્યા લગ્ન, મીડિયા સામે લિપલોક કરી કપલે આપ્યો પોઝ- જુઓ ફોટોઝ અને વીડિયો