આજે ગુજરાતનો રાજ્યના સ્થાપના દિવસ છે. CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગૌરવ દિવસની સૌ ગુજરાતીઓને હાર્દિક શુભકામના પાઠવી છે. તેમણે X પર લખ્યું કે, ગુજરાતની સ્થાપનામાં અને ગૌરવશાળી વિકાસમાં યોગદાન આપનાર સૌને સાદર વંદન પાઠવું છું. ગુજરાતનો વિકાસ અવિરત વધતો રહે તથા સૌ નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સદાકાળ બની રહે એ જ અભ્યર્થના. જય જય ગરવી ગુજરાત.

