Screenshot 2024 05 01 12 54 53 17 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x772

શાળાઓમાં બોમ્બ મૂકવાની ધમકી

દેશની રાજધાની દિલ્હીની શાળાઓમાં બોમ્બ મૂકવાની ધમકીના કારણે ગભરાટનો માહોલ છે. ડીપીએસ, ડીએવી, સંસ્કૃતિ, મધર મેરી અને એમિટી સહિતની ઘણી શાળાઓને એક જ ઈ-મેલ આઈડીથી બોમ્બની ધમકી આપવામાં આવી છે. ઘણી શાળાઓને કોલ દ્વારા ધમકીઓ મળી છે. આવી સ્થિતિમાં દિલ્હી પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ શાળાઓમાં પહોંચી ગઈ છે અને સર્ચ કરવામાં આવી રહ્યું છે. સાવચેતીના ભાગરૂપે બાળકોને તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા છે.