પુરષોત્તમ રૂપાલાને લઈ ખાસ સમાચાર સામે આવ્યા છે. તેમના સમર્થનમાં પાટીદાર સમાજ આવ્યો છે. સૌરાષ્ટ્ર અને રાજકોટનો પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં ઉભો રહેશે. 4મેના દિવસે રાજકોટમાં સમગ્ર પાટીદાર સમાજનું સંમેલન મળવા જઈ રહ્યું છે. જેમાં ઘણા પાટીદાર દિગ્ગજો આવી શકે છે. દરમિયાન કડવા અને લેઉઆ પાટીદાર સમાજના લોકો એકસાથે જોવા મળશે.

