અંબાજી, 09 સપ્ટેમ્બરઃ Bhadarvi Poonam Melo: યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12થી 18મી સપ્ટેમ્બર યોજાનારા ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. દુર દુરથી લાખો માઈભક્તો મા અંબાના દર્શને આવતા હોવાથી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે રૂપિયા 3 કરોડનું વીમા કવચ પુરૂ પડાશે. અકસ્માત કેસમાં યાત્રિકને રૂપિયા 3 લાખ વિમા ક્લેઈમ મળશે તેવું આયોજન કરાયું છે.
યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12થી 18 સપ્ટેમ્બરનાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. અંબાજી ખાતેના મહાકુંભ મેળામાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યના તથા મુંબઈ, રાજસ્થાન સહિત અન્ય રાજ્યમાંથી લાખ્ખો માઈભક્તો મા અંબાના દર્શને આવે છે. ત્યારે પદયાત્રીઓની અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે ચિંતા કરી છે.
જેમાં દર વર્ષ જેમ આ વર્ષે પણ અહી દર્શને આવતા યાત્રીઓને અંબાજીના 20 કિ.મી. ઘેરાવામાં એટલે કે અંબાજી, દાંતા અને હડાદ પોલીસ સ્ટેશન હદમાં કોઈ યાત્રિક સંઘો સાથે અકસ્માત થવાના સંજોગોમાં જાનહાનિ જેવી કોઈ કમનસીબ ઘટના સર્જાવાના સંજોગોમાં વીમા કવચ મળશે.
નોંધનીય છે કે, યાત્રાધામ અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમ નિમિત્તે 21 દિવસ સુધી આ વીમા કવચ માન્ય રહેશે. આ વિમાં કવચમાં યાત્રીઓને અંબાજીના 20 કિ.મી. ઘેરાવામાં એટલે કે અંબાજી, દાંતા અને હડાદ પોલીસ સ્ટેશનન હદમાં કોઈ યાત્રિક સંઘો સાથે અકસ્માત થવાના સંજોગોમાં જાનહાની જેવી કોઈ કમનસીબ ઘટના સર્જાવાના સંજોગોમાં વીમા કવચ મળશે. મંદિર ટ્રસ્ટ દ્વારા રૂપિયા 14થી 15 લાખ પ્રીમિયમ ભરવામાં આવ્યું છે અને આ વીમો રૂપિયા 3 કરોડ સુધી છે.
આ પણ વાંચોઃ Abu Dhabi Crown Prince: અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ ભારતની મુલાકાતે, PM મોદી સાથે કરી ખાસ મુલાકાત- વાંચો વિગત

