Accident

Vadodara accident news: વડોદરામાં બાળકીને શાળામાં મુકવા જતી માતાનું ભારદારી વાહનની અડફેટે આવતા મોત નિપજ્યુ, જુઓ વીડિયો

વડોદરા, 09 સપ્ટેમ્બરઃ Vadodara accident news: વડોદરા શહેરમાં ભારદારી વાહને વધુ એકનો જીવ લીધો. ગોત્રી નીલાંબર સર્કલ પાસે બાળકીને શાળામાં મુકવા જતી માતાને અકસ્માત નડ્યો. નશાની હાલતમાં કોંક્રિટ મિક્સચર વાહન ચાલાકે અકસ્માત સર્જતાં માતાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. જયારે બાળકી ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી.આ સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

આ પણ વાંચોઃ Bhadarvi Poonam Melo: ભાદરવી પૂનમના મેળાની તૈયારી શરુ, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે રૂપિયા 3 કરોડનું વીમા કવચ- વાંચો વિગત

શહેરમાં ગોત્રી નીલાંબર સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં નશાની હાલતમાં કોંક્રિટ મિક્સચર વાહન ચાલાકે અકસ્માત ટુ વ્હીલર પર જતી માતા પુત્રીને અડફેટે લીધી હતી. જેના કારણે રેતી કોંક્રિટ મશીનનું ટાયર મહિલાના માથાના ભાગે ફરી વળતા મહિલા હિમાલીબેન પાઠકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

હિમાલીબેન પાઠક

ઘટનાની જાણ થતા મહિલાના પરિજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મહિલા પોતાની દીકરીને સ્કૂલમાં મુકવા જતી હતી તે સમયે ઘટના બની હતી. બાળકીને ઈજાઓ પહોંચતા તાતકાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી.

આ પણ વાંચોઃ Health Advisory For Monkeypox: ભારતમાં મંકીપોક્સના કેસમાં થયો વધારો, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી – વાંચો વિગત

અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકટોળા એકઠા થઇ ગયા હતા. આ અંગે જાણ થતા ગોત્રી પોલીસ સ્થળ પર પહોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભારદારી વાહન ચાલકને લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો. વાહન ચાલક નશો કરેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ સીસીટીવીમાં ટુ વ્હીલરને ભારદારી વાહન ચાલક ઢસડીને જતો હોય તેવું દેખાયું હતું.