Monkeypox

Health Advisory For Monkeypox: ભારતમાં મંકીપોક્સના કેસમાં થયો વધારો, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી – વાંચો વિગત

હેલ્થ ડેસ્ક, 09 સપ્ટેમ્બરઃ Health Advisory For Monkeypox: ભારતમાં મંકીપોક્સ (Mpox)નો કેસ નોંધાતા ચિંતા વધી છે. સંદિગ્ધ કેસ મળ્યા બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા એડવાઈઝરી જારી થઈ હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે સંદિગ્ધોના સ્ક્રિનિંગ અને કોન્ટ્રાક્ટ ટ્રેસિંગની હિમાયત કરી છે. WHOએ મંકીપોક્સને વૈશ્વિક કટોકટી જાહેર કરી છે. સેંકડો લોકોના મોત થઈ ચૂક્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં વાયરલ ઈન્ફેક્શનના સ્ક્રિનિંગ પર ચાંપતી નજર રાખવા ભલામણ કરાઈ છે. સરકાર યાત્રા સંબંધી આઈસોલેશન સંબંધિત ઉકેલો પૂરા પાડવા સંપૂર્ણપણે તૈયાર છે.

આ પણ વાંચોઃ Abu Dhabi Crown Prince: અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ ભારતની મુલાકાતે, PM મોદી સાથે કરી ખાસ મુલાકાત- વાંચો વિગત

રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયે મંકીપોક્સના શંકાસ્પદ કેસની જાણકારી આપી હતી. આ વ્યક્તિ વિદેશથી ભારત પરત આવ્યો હતો. સરકારે કહ્યું હતું કે દર્દીને હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે અને તેની સ્થિતિ સ્થિર છે. આરોગ્ય મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંકીપોક્સની સ્થિતિની ખાતરી કરવા તેમજ લક્ષણો પર સચોટ નિદાન માટે દર્દીના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

મંત્રાલયે જણાવ્યું કે, “આ સ્થિતિને સ્થાપિત પ્રોટોકોલની મદદથી મેનેજ કરવામાં આવી રહી છે, અને સંભવિત લક્ષણોને ઓળખવા અને દેશની અંદરની અસરનું મૂલ્યાંકન કરવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગની સલાહ છે.” આ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ દ્વારા હાથ ધરવામાં આવેલા જોખમ મૂલ્યાંકન સાથે સુસંગત છે, જેથી કોઈપણ બિનજરૂરી ચિંતાને કોઈ સ્થાન નથી.

આ પણ વાંચોઃ Surat Stone-Pelting Incident: સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ તોફાનીઓ સામે કાર્યવાહી, રાજ્યગૃહ મંત્રીએ આપી ચેતવણી

મંકીપોક્સને ગયા મહિને બીજી વખત આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેર આરોગ્ય કટોકટી (PHEIC) તરીકે જાહેર કરવામાં આવી હતી, આફ્રિકાના ઘણા દેશોમાં મંકીપોક્સના કેસો વધી રહ્યા છે, WHOએ 2022માં PHEIC જાહેર કર્યું ત્યારથી, ભારતમાં આ રોગના 30 કેસ નોંધાયા છે. તેનાથી સંક્રમિત છેલ્લો કેસ આ વર્ષે માર્ચમાં નોંધાયો હતો.