Zaheer Sagarika

Zaheer Sagarika Son: પૂર્વ ક્રિકેટર ઝહીર ખાન અને એક્ટ્રેસ સાગરિકા ઘાટગેના ઘરે દીકરાનો જન્મ, લગ્નના 8 વર્ષ બાદ સ્ટાર કપલ બન્યા પેરેન્ટ્સ!

સ્પોર્ટ્સ ડેસ્ક, 16 એપ્રિલઃ Zaheer Sagarika Son: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેએ ચાહકો સાથે ગૂડ ન્યુઝ શેર કરી છે. ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેના ઘરે 8 વર્ષે પારણું બંધાયું છે. બંને માતા-પિતા બની ગયા છે અને તેમણે બાળક સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

સાગરિકા ઘાટગેએ પુત્રને જન્મ આપ્યો છે અને તેમણે પોતાના દીકરાનું નામ પણ રિવીલ કર્યું છે. પહેલા ફોટામાં તમે જોઈ શકો છો કે ઝહીરે બાળકને ખોળામાં લીધું છે અને સાગરિકા ઝહીરને ગળે લગાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sagarika Z Ghatge (@sagarikaghatge)

આ પણ વાંચોઃ Fire in Bihar: બિહારમાં થઇ મોટી દુર્ઘટના, 50 મકાનોમાં ભયાનક આગ લાગી સાથે 15 બાળકો ગુમ થયા- વાંચો વિગત

બીજા ફોટામાં સાગરિકા અને ઝહીરે બાળકનો હાથ પકડ્યો છે. સાગરિકાએ ફોટોઝ શેર કરતા લખ્યું કે, ‘પ્રેમ અને ભગવાનના આશીર્વાદ સાથે અમે અમારા પુત્ર ફતેહસિંહ ખાનનું સ્વાગત કરીએ છીએ.’

સાગરિકાએ આ પોસ્ટ શેર કરતાની સાથે જ ચાહકોથી લઈને સેલેબ્સ સુધી દરેક વ્યક્તિ બંનેને અભિનંદન પાઠવી રહ્યા છે અને બાળક પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા સાગરિકાના પ્રેગ્નન્સીના સમાચાર પણ આવ્યા હતા, જોકે એક્ટ્રેસે તેના પર કોઈ પ્રતિક્રિયા નહોતી આપી.

આ પણ વાંચોઃ Drink water before brushing: શું હકીકતમાં સવારે બ્રશ કરતાં પહેલાં પાણી પીવું જરૂરી છે? જાણો એક્સપર્ટનું શું કહેવું છે