Fire In Muzaffarpur Bihar

Fire in Bihar: બિહારમાં થઇ મોટી દુર્ઘટના, 50 મકાનોમાં ભયાનક આગ લાગી સાથે 15 બાળકો ગુમ થયા- વાંચો વિગત

નવી દિલ્હી, 16 એપ્રિલઃ Fire in Bihar: બિહારના મુઝફ્ફરનગર જિલ્લામાં એક દલિત વિસ્તારમાં 50 મકાનોમાં ભયાનક આગ લાગી છે. રામપુરમ ગામમાં લાગેલી આગમાં પાંચ માસૂમ બાળકોના મોત અને 15 બાળકો ગુમ થયા છે. ભીષણ આગની ઘટનાએ આખા ગામને હચમચાવી નાખ્યું છે. બાળકોના મોતના કારણે ગામ ગમગીનીમાં છવાઈ ગયું છે.

મીડિયા રિપોર્ટ મુજબ, આગ પહેલા એક મકાનમાં લાગી, ત્યારબાદ આસપાસના અનેક મકાનમાં ફેલાઈ હતી. આ ઘટનામાં ચાર બાળકો ફસાઈ ગયા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નથી. મૃતક બાળકોમાં ત્રણ એક જ પરિવારના હોવાનું કહેવાય છે. ઘટના બાદ ગામમાં અફરા-તફરી મચી ગઈ છે. ગ્રામજનો તાત્કાલીક બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું, જોકે આગ વિકરાળ હોવાથી કંઈપણ કરી શકવું અશક્ય હતું.

આ પણ વાંચોઃ Drink water before brushing: શું હકીકતમાં સવારે બ્રશ કરતાં પહેલાં પાણી પીવું જરૂરી છે? જાણો એક્સપર્ટનું શું કહેવું છે

ઉલ્લેખનીય છે કે, ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના બે વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ તંત્ર સહિતની ટીમ દ્વારા પુરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે.

આગ કયા કારણોસર લાગી, તે હજુ જાણી શકાયું નથી. જોકે શોર્ટ સર્કિટ અથવા ચુલાના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્રએ તપાસના આદેશ આપી દીધા છે અને પીડિત પરિવારજનોને તાત્કાલીક રાહત આપવાની વાત કરાઈ છે.

આ પણ વાંચોઃ Mehul Choksi arrested: પંજાબ નેશનલ બેંકના ૨ અબજ ડોલરના ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ થઇ- વાંચો વિગત