નવી દિલ્હી, 16 એપ્રિલઃ Toll Plaza: ભારતમાં રોડ ટ્રાવેલમાં એક મોટો ફેરફાર આવવાનો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે દેશમાં એક અત્યાધુનિક સેટેલાઇટ-આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જે પરંપરાગત ટોલ પ્લાઝા સિસ્ટમને દૂર કરશે.
સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ શું છે?: આ નવી સિસ્ટમમાં વાહનોમાં ફીટ કરાયેલા GPS અથવા આધુનિક નંબર પ્લેટ દ્વારા મુસાફરી કરેલા અંતરના આધારે મુસાફરોના બેંક ખાતામાંથી ટોલ ફી સીધી કાપવામાં આવશે. આનાથી ટોલ પ્લાઝા પર રોકાવાની જરૂરિયાત દૂર થશે અને ટ્રાફિક હળવો થશે.
ગડકરીએ કહ્યું કે હાલમાં જો કોઈ વ્યક્તિ ટોલ રોડ પર 10 કિલોમીટરનું અંતર પણ મુસાફરી કરે છે તો તેણે 75 કિલોમીટરનો ટોલ ચૂકવવો પડે છે. પરંતુ નવી સિસ્ટમમાં ફી ફક્ત મુસાફરી કરેલા અંતર માટે જ લેવામાં આવશે.
નવી નીતિ ક્યારે લાગુ થશે?:
ગડકરીએ જણાવ્યું હતું કે આ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને આ ફેરફારને સરળ બનાવવા માટે કાનૂની સુધારા પણ કરવામાં આવી રહ્યા છે. આગામી એક મહિનામાં એક વિકલ્પ પસંદ કરવામાં આવે તેવી અપેક્ષા છે. એકવાર નવી સિસ્ટમ લાગુ થઈ ગયા પછી, ટોલ બૂથ પર ભીડ નહીં હોય અને ટ્રાફિકને પણ અસર થશે નહીં.
ટોલમાંથી સરકારની આવક:
2023-24માં ભારતમાં ટોલમાંથી કુલ આવક રૂપિયા 64,809.86 કરોડ હતી. આ ગયા વર્ષ કરતાં 35 ટકા વધુ છે. 2019-20માં આ આવક 27,503 કરોડ રૂપિયા હતી. આ દર્શાવે છે કે સરકારની ટોલમાંથી થતી આવક સતત વધી રહી છે.
🚨 Satellite-based GPS Highway Toll Collection to Start This Month, Says Nitin Gadkari. pic.twitter.com/7LbWjSQLjm
— Bharat Tech & Infra (@BharatTechIND) April 16, 2025
ભારતના રસ્તા હશે અમેરિકાની બરાબર:
ગડકરીએ કહ્યું કે, 2024 પહેલા દેશમાં 26 ગ્રીન એક્સપ્રેસવે શરૂ કરવામાં આવશે, જે ભારતને રસ્તાઓની બાબતમાં અમેરિકાની બરાબરી પર લઈ જશે. તેમણે કહ્યું કે રસ્તાઓના નિર્માણથી ઘણા શહેરો વચ્ચેનું અંતર ઘટશે. આ પગલાથી મુસાફરોનો સમય અને ઇંધણ તો બચશે જ, સાથે સાથે દેશની માર્ગ પરિવહન વ્યવસ્થા પણ વધુ આધુનિક અને કાર્યક્ષમ બનશે.
સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ શું છે? :
સરકારે આ નવી સિસ્ટમને સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ નામ આપ્યું છે. ફાસ્ટેગ સ્કેન કરવાની જરૂર રહેશે નહીં અને સેટેલાઇટની મદદથી કારની ઓળખ કરીને ટોલ વસૂલાત કરવામાં આવશે. હાલમાં FASTag થી ટોલ કપાય છે, પરંતુ ધીમે ધીમે સમગ્ર સિસ્ટમને ફક્ત સેટેલાઇટમાં ટ્રાન્સફર કરવાની યોજના છે.
ઉલ્લેખનીય છે કે, સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમને કારણે કાર કે અન્ય કોઈપણ વાહનના ડ્રાઇવરને ટોલ પ્લાઝા પર રોકવાની જરૂર રહેશે નહીં. કારમાં લગાવવામાં આવેલી સિસ્ટમની મદદથી પૈસા આપમેળે કપાઈ જશે. આ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલમાં ફાસ્ટેગ બંધ કરવા અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચોઃ Fire in Bihar: બિહારમાં થઇ મોટી દુર્ઘટના, 50 મકાનોમાં ભયાનક આગ લાગી સાથે 15 બાળકો ગુમ થયા- વાંચો વિગત

