ધર્મ ડેસ્ક, 24 જાન્યુઆરીઃ Shattila Ekadashi: માઘ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને ષટ્તિલા એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે ષટ્તિલા એકાદશી 25 જાન્યુઆરી 2025 શનિવારના રોજ છે. આ દિવસે તલના ઉપયોગ અને દાનનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે આ દિવસે શક્ય તેટલા વધુ તલનો ઉપયોગ કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ એકાદશી વ્રતના પ્રભાવથી વ્યક્તિને પાપોથી મુક્તિ મળે છે. આવો જાણીએ ષટ્તિલા એકાદશીનું મહત્વ,પૂજાનો સમય અને શુભ મુહૂર્ત વિશે.
ષટ્તિલા એકાદશીનું મહત્વ
એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિની દરેક ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આ વ્રત રાખવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે અને તેના બધા પાપોનો નાશ થાય છે.
આ પણ વાંચોઃ Ram Gopal Varma: ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્માને થઇ 3 મહિનાની જેલ, જાણો શું છે ગુનો?
શુભ મુહૂર્ત
ષટતિલા એકાદશીનૂ તિથિ 24 જાન્યુઆરી 2024 ના રોજ સાંજે 7:25 વાગ્યે શરૂ થશે અને એકાદશી તિથિ 25 જાન્યુઆરી 2025 ના રોજ રાત્રે 08:31 વાગ્યે સમાપ્ત થશે.
બ્રહ્મ મુહૂર્ત – સવારે 05:26 થી સવારે 06:19
પ્રાત: સંધ્યા – 05:53 સવારે થી 07:13 સવારે
અભિજીત મુહૂર્ત – બપોરે 12:12 થી 12:55
વિજય મુહૂર્ત – બપોરે 02:21થી 03:03
ગોધૂલિ મુહૂર્ત – સાંજે 05:52 થી 06:19
આ પણ વાંચોઃ New Chief Secretary of Gujarat: ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂક, વાંચો સંપૂર્ણ વિગત
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી. ઉલ્લેખનીય છે કે, આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

