Ram Gopal Varma

Ram Gopal Varma: ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્માને થઇ 3 મહિનાની જેલ, જાણો શું છે ગુનો?

મનોરંજન ડેસ્ક, 24 જાન્યુઆરીઃ Ram Gopal Varma: બોલિવૂડ ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્માને ચેક બાઉન્સના મામલે 3 મહિનાની સજા મળી છે. તેના વિરુદ્ધ એક ચેક બાઉન્સ થવાની ફરિયાદ નોંધાવાઈ હતી. ચેક બાઉન્સ થવો એક ગંભીર નાણાકીય ગુનો માનવામાં આવે છે. જેમાં આકરી કાર્યવાહી પણ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ New Chief Secretary of Gujarat: ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂક, વાંચો સંપૂર્ણ વિગત

રિપોર્ટ અનુસાર ગત દિવસોમાં ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા વિરુદ્ધ જે મામલો નોંધાયો હતો. જેમાં તેણે કોઈ ફિલ્મ માટે રૂપિયાની ચૂકવણી કરવા માટે ચેક જારી કર્યો હતો, પરંતુ તે ચેકમાં રકમ માટે પૂરતાં રૂપિયા તેના ખાતામાં નહોતા. જે કારણે ચેક બાઉન્સ થઈ ગયો. બાદમાં રામ ગોપાલ વર્મા વિરુદ્ધ કેસ નોંધાયો અને કાયદેસર કાર્યવાહી કરી.

ચેક બાઉન્સ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિનો જાહેર કરવામાં આવેલો ચેક બેન્ક તરફથી એ કારણે અસ્વીકાર કરી દેવામાં આવે છે કે ચેક પર હાજર રકમ તેના ખાતામાં હોતી નથી. જો કોઈના ખાતામાં પૂરતાં રૂપિયા નથી અને તે ચેક જારી કરી દે છે તો તે બાઉન્સ થઈ જાય છે. આ ન માત્ર નાણાકીય છેતરપિંડી તરીકે જોવામાં આવે છે. આને એક દંડનીય ગુનો પણ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ Special volvo Bus: ગુજરાત સરકારે મહાકુંભની યાત્રા માટે શરુ કરી વોલ્વ બસ, જાણો અમદાવાદથી પ્રયાગરાજનું પેકેજ અને ભાડુ