New Chief Secretary Of Gujarat

New Chief Secretary of Gujarat: ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂક, વાંચો સંપૂર્ણ વિગત

અમદાવાદ, 24 જાન્યુઆરીઃ New Chief Secretary of Gujarat: ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નોટિફિકેશન કરવામાં આવ્યું છે કે પંકજ જોશી, IAS (RR:GJ:1989) કે જેઓ રાજ્યના મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ છે. તેઓની બદલી અને બઢતી સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, IAS જેઓ ભારતીય વહીવટી સેવામાંથી 31મી જાન્યુઆરી એ નિવૃત્ત થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Special volvo Bus: ગુજરાત સરકારે મહાકુંભની યાત્રા માટે શરુ કરી વોલ્વ બસ, જાણો અમદાવાદથી પ્રયાગરાજનું પેકેજ અને ભાડુ

પંકજ જોશી મૂળ ઉત્તરાખંડ રાજ્યના છે જેઓ એ ભારતીય સનદી સેવા IAS ની 1989 બેચમાં ગુજરાત કેડરમાં જોડાયા હતા. પંકજ જોશી હાલમાં સી.એમ.ઓ.માં કાર્યરત છે. અગાઉ પણ તેઓ સી.એમ.ઓ.માં એ.સી.એસ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એ.સી.એસ રહી ચૂક્યા છે. પ્રાંત કલેક્ટરથી શરૂ થઈ તેઓ રાજ્યના મુખ્ય સચિવ બની રહ્યા છે. તેઓ સુરત કલેક્ટર અને સુરત કમિશનર તરીકે રહી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ jio coin: રિલાયન્સ જિઓએ હવે ક્રિપ્ટોકરન્સી માર્કેટ અને બ્લોકચેનમાં કરી એન્ટ્રી, આ રીતે મેળવી શકો છો લાભ