Amul Milk Price Decreased

Amul Milk Price Decreased: સારા સમાચાર! અમૂલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો નવા અને જૂના ભાવની વિગત

બિઝનેસ ડેસ્ક, 24 જાન્યુઆરીઃ Amul Milk Price Decreased: અમૂલ ડેરી દ્વારા તેની કેટલીક પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પાછલા કેટલાક સમયથી સતત થતા વધરા પછી આ પહેલીવાર છે જ્યારે ડેરીએ તેની પ્રોડક્ટના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે. અમૂલ દ્વારા દૂધની ત્રમ જુદી જુદી પ્રોડક્ટના ભાવમાં ફેરફાર જાહેર કરતા 1 રુપિયાનો ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Shattila Ekadashi: આવતી કાલે ષટ્તિલા એકાદશી, જાણો મહત્વ, પૂજાનો સમય અને શુભ મુહૂર્ત વિશે

અમૂલ ડેરીએ અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને ટી સ્પેશિયલ આ ત્રણ મિલ્ક પ્રોડક્ટના 1 લીટરના પાઉચ પર 1 રુપિયાનો ભાવ ઘટાડો કર્યો છે. ત્યારે આવો જોઈએ હવેથી તમારે અમૂલ દૂધ ખરીદવા પાછળ કેટલા રુપિયા ઓછા ચૂકવવા પડશે.

અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 66 રૂપિયા, અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો નવો ભાવ 65 રૂપિયા અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 62 રૂપિયા, અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો નવો ભાવ 61 રૂપિયા અમુલ તાજા 1 લીટર પાઉચનો જૂનો ભાવ 54 રૂપિયા, અમુલ તાજા 1 લીટર પાઉચનો નવો ભાવ 53 રૂપિયા થઈ ગયો છે.

આ પણ વાંચોઃ Ram Gopal Varma: ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્માને થઇ 3 મહિનાની જેલ, જાણો શું છે ગુનો?