મનોરંજન ડેસ્ક, 25 જાન્યુઆરીઃ Mamta Kulkarni: મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાલમાં ચાલી રહેલા મહાકુંભ 2025ની યાત્રાએ જઈ રહ્યા છે. આ દરમિયાન ઘણાં શ્રદ્ધાળુઓ સંન્યાસ પણ લઇ રહ્યા છે. જેમાં અભિનેત્રી મમતા કુલકર્ણીનું નામ જોડાઈ ગયું છે. મમતા કુલકર્ણીએ કિન્નર આખાડામાં જઈને સંન્યાસ લીધો છે. સંન્યાસ લીધા બાદ મમતા કુલકર્ણીને કિન્નર અખાડાના સંતો સાથે મુલાકાત કરી આશીર્વાદ લીધા હતા.
સંસ્કાર વિધિ
આ દરમિયાન કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીના નેતૃત્વમાં બધા જ સંસ્કારોની વિધિ પૂર્ણ કરી હતી. મમતા કુલકર્ણીએ સંન્યાસ લીધા પહેલા સંગમ પર જઈને શાહી સ્નાન કર્યું હતું. આ અવસર પર કિન્નર અખાડાના સંતોએ મમતા કુલકર્ણીનો દુગ્ધાભિષેક કર્યો હતો. કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ મમતા કુલકર્ણીને દીક્ષા આપી હતી.
VIDEO | Actor Mamta Kulkarni consecrated as a Hindu nun under the Kinnar Akhara. Earlier today, she took ‘sanyas’ under the Kinnar Akhara by performing her own ‘Pind Daan’ and will be consecrated as ‘mahamandaleshwar’.
(Full video available on PTI Videos -… pic.twitter.com/K0pz9ZkpCx
— Press Trust of India (@PTI_News) January 24, 2025
આ પણ વાંચોઃ Amul Milk Price Decreased: સારા સમાચાર! અમૂલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો નવા અને જૂના ભાવની વિગત
દીક્ષાની વિધિ દરમિયાન મમતાનો વિધિવત પટ્ટાભિષેક કરવામાં આવ્યો હતો. આ પહેલા પટ્ટાભિષેક સાથે જોડાયેલી બધી ધાર્મિક વિધિઓને પૂરી કરી લેવામાં આવી હતી. સંગમમાં સ્નાન કાર્ય બાદ મમતા કુલકર્ણીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેણે સનાતન ધર્મના માર્ગ પર ચાલવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કિન્નર અખાડામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચી રહ્યા છે. જેમાં આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી અનેક શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરતી હોય છે.પટ્ટાભિષેક પછી મમતા કુલકર્ણીને ફૂલોનો હાર પહેરાવવામાં આવ્યો. અને આ દરમિયાન તેમણે ગળામાં રુદ્રાક્ષની માળા પણ પહેરી હતી.
આ પણ વાંચોઃ Shattila Ekadashi: આવતી કાલે ષટ્તિલા એકાદશી, જાણો મહત્વ, પૂજાનો સમય અને શુભ મુહૂર્ત વિશે

