અમદાવાદ, 25 ડિસેમ્બરઃ Kankaria Carnival 2024: અમદાવાદમાં આજથી મનપા આયોજિત 15મા કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ રહી છે. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાર્નિવલને લઈ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરો, સ્ટેન્ડ અપ કોમેડી શો, બેન્ડ પર્ફોર્મન્સ, ડી.જે. કિયારા, લેસર-ડ્રોન શો, આતશબાજી સહિત અનેક કાર્યક્રમો યોજાશે.
ખાસ કરીને સૌપ્રથમ વખત ડ્રોન શો, અંડરવોટર ડાન્સ અને દુબઇમાં યોજાતો હ્યુમન પાયરો શો (આગ સાથે ડાન્સ) પણ યોજાશે. આ ઉપરાંત લાફિંગ ક્લબનો ઉપયોગ, નેલ સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધા યોજાશે. એટલું જ નહીં આ વખતે QR કોડ પણ જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકો કાંકરિયા કાર્નિવલના તમામ કાર્યક્રમ અંગે માહિતી મેળવી શકે એ માટે પણ QR કોડ જાહેર કરાયા છે, જેને સ્કેન કરીને માહિતી મેળવી શકશે.
આ પણ વાંચોઃ Popcorn GST Update: સિનેમા હોલમાં પોપકોર્ન ખાવા પડશે મોંઘા કે સસ્તા, જાણો કેટલો લાગશે GST?
કાંકરિયા કાર્નિવલમાં જુદા જુદા કલ્ચરલ ગ્રુપ દ્વારા માર્શલ આર્ટ અને સેલ્ફ ડિફેન્સ, સ્ટેન્ડ અપ કોમેડી કોમ્પીટીશન, ડ્રમ સર્કલ, બ્લેક કમાન્ડો પીરામીડ શૉ, સિંગિંગ અને ઈન્સ્ટ્રુમેન્ટલ કોમ્પિટિશન, માઈમ અને નુક્કડ નાટક, મલખમ શૉ, ભારતીય ક્લાસિકલ ડાન્સ, લાઈફ સાઈઝ પપેટ શૉ, પેટ ફેશન શૉ, સ્વચ્છ ભારત-શ્રેષ્ઠ ભારત સ્કીટ, કવિતા પઠન, ગીત સંગીત અને ડાન્સ કોમ્પીટીશન જેવા કાર્યક્રમો તેમજ બાળકોના મનોરંજન માટે મેજીક શૉ તેમજ અન્ડર વોટર ડાન્સ પર્ફોર્મન્સ, હ્યુમન પાયરો શૉ, સાયકલ સ્ટન્ટ જેવા વિવિધ રંગારંગ કાર્યોક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
મહત્વનું છે કે કાંકરિયા કાર્નિવલ 2008થી અમદાવાદના સાંસ્કૃતિક ઉત્સવોનો નોંધપાત્ર ભાગ છે. 2008 માં કાંકરિયા તળાવ વિસ્તારના નવીનીકરણ સાથે એકરૂપ થવા માટે શરૂ કરવામાં આવ્યો હતો.આ કાર્નિવલમાં વર્ષોથી વિવિધ ઉમેરાઓ અને ફેરફારો જોવા મળ્યા છે. આ કાર્યક્રમ ગુજરાતના સાંસ્કૃતિક વારસા પર ભાર મૂકે છે, જે સ્થાનિક કલાકારો અને મનોરંજનકારો માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે.
આ પણ વાંચોઃ Vinod Kambli Health: વિનોદ કાંબલીની આર્થિક મદદે આવ્યા એકનાથ શિંદે, સારવાર માટે આપ્યા 5 લાખ – વાંચો વિગત

