ISKCON Temple Controversy

ISKCON Temple Controversy: ઈસ્કોન મંદિરમાં યુવાન દીકરીઓના બ્રેઈન વોશના આક્ષેપ, જાણો કોણે લગાવ્યો આરોપ અને શું છે મામલો?

અમદાવાદ, 26 ડિસેમ્બરઃ ISKCON Temple Controversy: અમદાવાદના એસ. જી હાઈવે પર આવેલુ ઈસ્કોન મંદિર વિવાદમાં આવ્યુ છે. અમદાવાદના ઈસ્કોન મંદિરમાં યુવાન દીકરીઓના કથિત બ્રેઈન વોશ થતુ હોવાના આક્ષેપ સાથે અરજી કરવામાં આવી છે.

નિવૃત્ત આર્મી જવાને ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કૉર્પસની અરજી દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં મંદિરના પૂજારી સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. અરજદારની દીકરીને મથુરાના એક શિષ્ય સાથે ભગાડી દીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ Kankaria Carnival 2024: આજથી કાંકરિયા કાર્નિવલનો શુભારંભ, અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો, કલા પ્રદર્શનો, મનોરંજન પ્રવૃત્તિઓ યોજાશે- વાંચો વિગત

જૂન મહિનામાં દીકરીના ગુરુ સુંદરમામા પ્રભુએ પોતાના શિષ્ય સાથે યુવાન દીકરીને ભગાડી હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. હાઈકોર્ટમાં કરેલી રજૂઆત અનુસાર 3.62 લાખ રોકડા અને 23 તોલા સોનું લઈ દીકરીને ભગાડી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

અગાઉ પણ ગુરુએ પોતાના શિષ્ય સાથે દીકરીના લગ્નની વાત કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અલગ જ્ઞાતિ હોવાથી અરજદારે દીકરીના લગ્ન માટે ઈન્કાર કરી દીધો હતો . હાલ ઉત્તર પ્રદેશના મથુરામાં અરજદારની દીકરી હોવાની માહિતી અરજદારને મળી હતી. જેના પગલે અરજદારે પોલીસ કમિશનર, કાયદા અને ગૃહ મંત્રાલયમાં પણ અરજી આપી છે.

આ પણ વાંચોઃ Popcorn GST Update: સિનેમા હોલમાં પોપકોર્ન ખાવા પડશે મોંઘા કે સસ્તા, જાણો કેટલો લાગશે GST?