Popcorn GST Update

Popcorn GST Update: સિનેમા હોલમાં પોપકોર્ન ખાવા પડશે મોંઘા કે સસ્તા, જાણો કેટલો લાગશે GST?

બિઝનેસ ડેસ્ક, 25 ડિસેમ્બરઃ Popcorn GST Update: પોપકોર્ન પર જીએસટીને લઈને સામાન્ય લોકોમાં ભારે મૂંઝવણ છે. કયા પ્રકારના પોપકોર્ન પર કેટલો GST લાગશે? સિનેમાઘરોમાં પોપકોર્ન પર કેટલો લાગશે ટેક્સ? મોલમાં પોપકોર્ન પર કેટલો ટેક્સ ભરવો પડશે? આ તમામ પ્રશ્નોના ઉકેલ માટે સરકાર પ્રયાસ કરી રહી છે. સરકારી સૂત્રોને ટાંકીને પોપકોર્નને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ખાસ કરીને સિનેમા હોલમાં પોપકોર્ન પર કેટલો GST વસૂલવામાં આવશે તેના પર એક મોટું અપડેટ છે. ચાલો તમને એ પણ જણાવીએ કે સરકારી સૂત્રોના હવાલાથી કેવા પ્રકારનું અપડેટ બહાર આવ્યું છે?

થિયેટરોમાં પોપકોર્ન પર કેટલો ટેક્સ :
સરકારી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રેસ્ટોરન્ટની જેમ જ સિનેમા હોલમાં ખુલ્લેઆમ વેચાતા પોપકોર્ન પર પાંચ ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વસૂલવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે જો મૂવી ટિકિટ સાથે પોપકોર્ન વેચવામાં આવે છે, તો તેને એકંદર સપ્લાય તરીકે ગણવામાં આવશે અને આ કિસ્સામાં મુખ્ય સપ્લાય ટિકિટ હોવાથી તેના પર લાગુ દર મુજબ ટેક્સ લાગશે.

આ પણ વાંચોઃ Vinod Kambli Health: વિનોદ કાંબલીની આર્થિક મદદે આવ્યા એકનાથ શિંદે, સારવાર માટે આપ્યા 5 લાખ – વાંચો વિગત

GST કાઉન્સિલની 55મી બેઠકમાં પોપકોર્ન પરના GST અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ તરફથી મીઠું અને મસાલાવાળા પોપકોર્ન પર લાગુ વર્ગીકરણ અને GST દરને સ્પષ્ટ કરવા વિનંતી કરવામાં આવી હતી. પોપકોર્ન પર જીએસટી દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર સિનેમા ઘરોમાં પોપકોર્ન છૂટક વેચાય છે અને તેથી તેના પર રેસ્ટોરન્ટ સર્વિસ જેટલો જ પાંચ ટકાનો દર લાગુ રહેશે. જો કે આ માટે પોપકોર્ન સ્વતંત્ર રીતે સપ્લાય કરવું પડશે. GST હેઠળ, મીઠું અને મસાલા સાથેના પોપકોર્નને નમકીન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને તેના પર પાંચ ટકા ટેક્સ લાગે છે. જ્યારે તે પ્રી-પેક્ડ અને લેબલ દ્વારા વેચવામાં આવે છે, ત્યારે તેનો દર 12 ટકા છે.

અમુક વસ્તુઓ સિવાય તમામ ખાંડની મીઠાઈઓ 18 ટકા જીએસટીને આધીન છે અને તેથી કેરામેલાઇઝ્ડ ખાંડ સાથેના પોપકોર્ન 18 ટકા જીએસટીને આધીન છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે કાઉન્સિલે મીઠું અને મસાલા ધરાવતા પોપકોર્ન પર વર્ગીકરણના વિવાદોને ઉકેલવા માટે સ્પષ્ટતા જાહેર કરવાની ભલામણ કરી હતી.

આ પણ વાંચોઃ Azerbaijan Plane Crash: કઝાકિસ્તાનમાં લેન્ડિંગ વખતે ક્રેશ થતાં અગનગોળો બન્યું વિમાન, અનેક લોકોના મોતની આશંકા