બોલિવુડ ડેસ્ક, 22 ઓક્ટોબરઃ Rejected Pan Masala AD: તાજેતરમાં જ અભિનેતા અન્ય કારણોસર ચર્ચામાં છે. અભિનેતા અનિલ કપૂર 67 ઉંમરે પણ એકદમ ફિટ એન્ડ ફાઇન રહે છે. અભિનેતા પોતાની હેલ્થ વિશે જેટલું ધ્યાન રાખે છે તેટલું જ બીજાનું પણ રાખે છે. સમાચાર છે કે અભિનેતાએ એક જાણીતી મસાલા બ્રાન્ડની જાહેરાત કરવાની ના પાડી દીધી છે.
એક રિપોર્ટ અનુસાર અનિલ કપૂરને આ જાહેરાત માટે 10 કરોડ રૂપિયા ઓફર કર્યા હતા. અનિલ કપૂરે ત્યારે પાન મસાલાની જાહેરાતની ઓફરને રિજેક્ટ કરી કે જ્યારે ઘણા અભિનેતા આ પ્રકારની એડ કરી રહ્યા છે. ગત દેવસોમાં અજય દેવગન, અક્ષય કુમાર અને શાહરૂખ ખાનને આ કારણે ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આ બાદ અક્ષય કુમારે ફેંસ સામે માફી પણ માંગી હતી.
Actor Anil Kapoor has joined the club of Allu Arjun, Kartik Aaryan, and Yash as he too recently turned down an advertisement for a paan masala brand. As per Pinkvilla, Anil took the step as he “believes he has a responsibility towards his fans”. Earlier, Akshay Kumar, Ajay Devgn,… pic.twitter.com/VqARK9ffKS
— Trolls Officials (@trollsofficials) October 22, 2024
આની પહેલા કાર્તિક આર્યન અને જોન અબ્રાહમ પણ આ પ્રકારની એડ કરવાની ના પાડી છે. એક ઇન્ટરવ્યૂમાં કાર્તિકે જણાવ્યું કે તેમણે ‘સોપારી’ અને અન્ય જાહેરાતો કરવાની ના પાડેલી છે. તમને કહ્યું હતું કે આ ખોટું છે.
અભિનેતા કે કહ્યું હતું કે, ‘મને સોપારી, પાન મસાલા બ્રાન્ડ જેવી ઘણી બ્રાન્ડ્સના ઓફર આવ્યા હતા જેમને ના પડી છે. હું આ ચીજોથી દૂર છું અને જ્યાં સુધી મારાથી થશે ત્યાં સુધી આ ચીજોથી હું પ્રયત્ન કરીશ. હું એ ન કહી શકું કે કોણ સાચું છે કે કોણ ખોટું, દરેક લોકોના વિચારો અલગ હોય છે.’
અનિલ કપૂર આગામી સમયમાં એક્શન ડ્રામા ફિલ્મ ‘સુબેદાર’માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સુરેશ ત્રિવેણી કરશે. વિક્રમ મલ્હોત્રા, સુરેશ ત્રિવેણી અને અનિલ કપૂર આ ફિલ્મના નિર્માતા છે. અનિલ કપૂર છેલ્લે દિવ્યા ખોસલા સાથે ફિલ્મ સાવીમાં જોવા મળ્યો હતો. આ પહેલા તે ફાઈટરમાં જોવા મળ્યો હતો જેમાં તેની સાથે રિતિક રોશન અને દીપિકા પાદુકોણ જોવા મળ્યા હતા.

