Ghatsthapana Muhurat

Ghatsthapana Muhurat: ઘટ-સ્થાપના એટલે નવરાત્રીના આરંભનું પ્રતીક, શુભ મુહૂર્ત સાથે અખંડ જ્યોતિના નિયમો

ધર્મ ડેસ્ક, 02 ઓક્ટોબરઃ Ghatsthapana Muhurat: ઘટ-સ્થાપનાને નવરાત્રીના આરંભનું પ્રતીક માનવામાં આવે છે. આ અનુષ્ઠાન 3 ઓક્ટોબર 2024એ છે. આવો જાણીએ ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત ક્યારે છે અને અખંડ જ્યોતિ સાથે જોડાયેલા 5 મહત્વપૂર્ણ નિયમ કયા કયા છે.

દુર્ગા પૂજાની શરૂઆત ઘટ-સ્થાપના કે કળશ સ્થાપનાથી થાય છે. માટે ઘટ-સ્થાપનાને આ 10 દિવસીય ઉત્સવના આરંભનું પ્રતીક માનવામાં આવે છે. ઘટ સ્થાપનાની સાથે જ આ અવસર પર માતાજીની અખંડ જ્યોતિ પણ પ્રજ્વલીત કરવામાં આવે છે. આવો જાણીએ ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત ક્યારે છે અને અખંડ જ્યોતિ સાથે જોડાયેલા 5 મહત્વપૂર્ણ નિયમ કયા કયા છે.

Chaitra Navratri 2024 Ghatasthapana Muhurat

આ પણ વાંચોઃ Adnaan marriage controversy: જાણીતા યૂટ્યુબરની બહેને એક હિંદુ છોકરીને મુસ્લિમ બનાવી કર્યા હોવાનો લગાવ્યો આરોપ, ભાઇ વિરુદ્ધ FIR કરી

શારદીય નવરાત્રી પૂજન અશ્વિન મહિનામાં પ્રતિપદા તિથિએ ઘટ-સ્થાપના શરૂ થાય છે. પંચાંગ અનુસાર વર્ષ 2024માં ઘટ-સ્થાપનાનું સર્વોત્તમ મુહૂર્ત બૃહસ્પતિવાર 3 ઓક્ટોબર 2024એ 6.30 AM થી 7.31 AMની વચ્ચે છે. બીજુ મુહૂર્ત 12.03 PMથી 12.51 PMની વચ્ચે છે.

અખંડ જ્યોતના નિયમ
1. ધાર્મિક ગ્રંથો અનુસાર અખંડ જ્યોતને હંમેશા પૂજા સ્થાન કે ઘરના મંદિરના ઈશાન કોણમાં સ્થાપિત કરવી જોઈએ.
2. નવરાત્રીમાં માતાજીની સાથે અખંડ જ્યોતની પૂજા પણ કરવી જોઈએ. કારણ કે હિંદૂ ધર્મમાં અખંડ જ્યોતને માતાજીનું પ્રતીક માનવામાં આવે છે.

Akhand jyoti Navratri 2024
3. માન્યતા છે કે જે ઘરમાં અખંડ જ્યોતની સ્થાપના કરવામાં આવે છે તે ઘરને બંધ ન રાખવું જોઈએ અથવા તો ખુલ્લુ રાખીને ક્યાંક જવું પણ ન જોઈએ.
4. અખંડ જ્યોતિની પવિત્રતા યથાવત રહે તે માટે ઘરમાં ભૂલથી પણ તામસિક ભોજન ન બનાવો. કહેવાય છે કે જે નવરાત્રીનું વ્રત કરે છે. તેમને તામસિક ભોજનની ગંધ અને દર્શનથી પણ દૂર રહેવું જોઈએ.
5. જે લોકો અખંડ જ્યોત સ્થાપિત કરે છે તેમણે ખૂબ જ સજાગ રહેવું જોઈએ. તેમણે જ્યોત સમય સમય પર ચેક કરતા રહેવું. તેમાં ઘી અને દિવેટને ચેક કરતા રહો અને તેને ઓલવવા ન દો.

આ પણ વાંચોઃ Helicopter Crash: એક જ દિવસમાં બે હેલિકોપ્ટર ક્રેશ, એક મહારાષ્ટ્ર અને બીજુ બિહારમાં- 3 વ્યક્તિના મોત નિપજ્યા