Adnaan Shaikh

Adnaan marriage controversy: જાણીતા યૂટ્યુબરની બહેને એક હિંદુ છોકરીને મુસ્લિમ બનાવી કર્યા હોવાનો લગાવ્યો આરોપ, ભાઇ વિરુદ્ધ FIR કરી

મનોરંજન, 02 ઓક્ટોબરઃ Adnaan marriage controversy: યૂટ્યુબર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર અદનાન શેખ લગ્ન બાદ વિવાદમાં સપડાયો છે. તાજેતરમાં જ અદનાને ગર્લફ્રેન્ડ આયશા શેખ સાથે નિકાહ કર્યા છે. તેમના વેડિંગ ફોટો અને વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. પરંતુ અદનાનના નિકાહના ગણતરીના જ દિવસો બાદ તેની બહેને તેના પર ગંભીર આરોપો લગાવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Adnaan Shaikh (@adnaan_07dz)

આ પણ વાંચોઃ Helicopter Crash: એક જ દિવસમાં બે હેલિકોપ્ટર ક્રેશ, એક મહારાષ્ટ્ર અને બીજુ બિહારમાં- 3 વ્યક્તિના મોત નિપજ્યા

અદનાનની બહેને તેના વિરુદ્ધ FIR પણ નોંધાવી છે. બહેનનો આરોપ છે કે, અદનાને તેના લગ્ન પહેલા મારી સાથે મારપીટ કરી હતી. જ્યારે હું મારા બીમાર માતા-પિતાને મળવા ગઈ હતી તો મને ઢસેડીને બહાર કાઢી મૂકી હતી.

 

View this post on Instagram

 

A post shared by Adnaan Shaikh (@adnaan_07dz)

બહેન ઈફતે એવો પણ આરોપ લગાવ્યો છે કે, અદનાનની પત્નીનનું સાચું નામ રિદ્ધિ છે. અદનાને એક હિંદુ છોકરીને મુસ્લિમ બનાવીને તેની સાથે નિકાહ કર્યા છે. પત્નીનું નામ રિદ્ધિથી બદલીને આયેશા રાખી દેવામાં આવ્યું છે. હવે અદનાન પર લાગેલા આ તમામ આરોપો પર તેનો બેસ્ટ ફ્રેન્ડ અને બિગ બોસ OTT 3 નો કન્ટેસ્ટન્ટ રહેલ વિશાલ પાંડેએ પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચોઃ Falguni Pathaks Garba: ઈરાન- ઈઝરાયલ યુદ્ધની સીધી અસર ફાલ્ગુની પાઠકના ગરબા પર, સિંગરે જાતે સોશિયલ મીડિયા દ્વારા આપી જાણકારી