નવી દિલ્હી, 02 ઓક્ટોબરઃ Helicopter Crash: એક જ દિવસમાં બે હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે. સવારે મહારાષ્ટ્રના પુણે નજીક હેલિકોપ્ટર ક્રેશ થતાં બે પાયલોટ અને એક એન્જિનિયર સહિત ત્રણના મોત થયા હતા. ત્યારબાદ બિહારના મુઝફ્ફરપુરમાં વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ ક્રેશ થઈને પાણીમાં ખાબક્યું હતું. જોકે, એરફોર્સે તેને સાવચેતીભર્યું લેન્ડિંગ ગણાવ્યું છે અને હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય કર્મચારીઓ સુરક્ષિત છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, આ હેલિકોપ્ટર મુઝફ્ફરપુરના ઔરાઈ સ્થિત ઘનશ્યામપુરમાં ક્રેશ થયું છે. હેલિકોપ્ટર પૂર રાહત સામગ્રી ડ્રોપ કરી રહ્યું હતું.
#WATCH | An Advanced Light Helicopter of the Indian Air Force made a precautionary landing in inundated area during flood relief operations in Muzaffarpur in the Sitamarhi sector of Bihar
According to IAF, the chopper had three personnel onboard including two pilots who are… pic.twitter.com/TLWGWNFJLv
— ANI (@ANI) October 2, 2024
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ભારતીય વાયુસેનાએ કહ્યું કે, બિહારના સીતામઢીમાં પૂર રાહત કામગીરી દરમિયાન એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરને સાવચેતીભર્યું લેન્ડિંગ કરવું પડ્યું. હેલિકોપ્ટરમાં બે પાઈલટ સહિત ત્રણ જવાન હતા. જોકે, દરેક જણ સુરક્ષિત છે.
સોશિયલ મીડિયા પર હેલિકોપ્ટર ક્રેશ થયા પહેલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, હેલિકોપ્ટર ક્રેશ થતા પહેલા ધૂમાડો જોઈ શકાય છે.
Maharashtra | Two people feared dead in a helicopter crash near Bavdhan in Pune district. Two ambulances and four fire tenders present at the spot.
(Pic Source: Pune Fire Department) https://t.co/3iuStSLkgL pic.twitter.com/mp09RSpP7m
— ANI (@ANI) October 2, 2024
પુણે પાસે આવેલા બાવધનના બુદ્રુક ગામ નજીક હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું સમાચાર છે. આ હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે. જેમાં 2 પાયલોટ અને 1 એન્જિનિયરનો સમાવેશ થાય છે. સ્થાનિક રહીશોએ હેલિકોપ્ટર ક્રેશની માહિતી પોલીસ કંટ્રોલ રૂમને આપી હતી. પોલીસ અને મેડિકલ ટીમ રવાના કરી દેવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે ઑક્સફોર્ડ ગોલ્ડ ક્લબના હેલિપેડથી ઉડાન ભર્યા બાદ તરત જ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ઘટના સવારે 7:00 વાગ્યાથી 7:10 વાગ્યાની વચ્ચે સર્જાઇ હતી. આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ હોવાના કારણે દુર્ઘટના સર્જાઇ હોવાની આશંકા છે. જોકે અકસ્માત અંગે સચોટ માહિતી માટે ઓફિશિયલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

