Farm Electricity Supply

Farm Electricity Supply: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ જીલ્લાઓમાં આઠના બદલે 10 કલાક મળશે વીજળી

ગાંધીનગર, 24 સપ્ટેમ્બરઃ Farm Electricity Supply: ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં આજે મોટો નિર્ણય લીધો છે. સરકારે પાકની સિંચાઈ માટે ચાર જિલ્લામાં વધુ બે કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે. થોડા દિવસ પહેલાં વધુ વીજળી આપવાની માંગ ઊભી થઈ હતી. સરકારના આ નિર્ણય બાદ હવે રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદરમાં હવે 8 કલાકને બદલે 10 કલાક ખેડૂતોની વીજળી અપાશે.

આ પણ વાંચોઃ Surat BRTS Bus Accident: બીઆરટીએસ બસની અડફેટે આવતા 6 વર્ષના બાળકનું મોત નિપજ્યુ, અકસ્માત બાદ ડ્રાઇવર ફરાર

રાજ્ય સરકારે એવું પણ કહ્યું છે કે, જ્યાં પણ વીજળી માંગ અંગે રજૂઆત કરવામાં આવશે, ત્યાં અમે વીજળીનો સમય વધારી આપીશું. આમ ખેડૂતોએ રજૂઆત કર્યા બાદ સરકારે ચાર જિલ્લામાં આઠના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ Tirupati Prasad Controversy: તિરુપતિ પ્રસાદ વિવાદ પર શાબ્દિક યુદ્ધ છેડાયુ, પવન કલ્યાણે સનાતન ધર્મ અંગે પ્રકાશ રાજને આપ્યો વળતો જવાબ

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા એવી માંગ ઊભી થઈ હતી કે, જ્યાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યાં વીજળી પુરવઠો આપવાનો સમય વધારવામાં આવે. આ માંગને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા સૌરાષ્ટ્રમાં 10 કલાક વીજળી આપવાનું શરુ કરાયું છે. હાલ રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદર જિલ્લા પૂરતો આ નિર્ણય કરાયો છે.