બોલિવુડ ડેસ્ક, 24 સપ્ટેમ્બરઃ Film Laapataa Ladies: કિરણ રાવની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને ઓસ્કાર એવોર્ડ્સ 2025 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ‘ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા’એ આ અંગે જાહેરાત કરી હતી. આ સાથે કિરણ રાવનું સપનું પણ પૂરું થયું છે.
મહત્ત્વનું છે કે, કિરણ રાવની આ હિન્દી ફિલ્મને 29 ફિલ્મોમાંથી પસંદ કરવામાં આવી છે જેમાં બોલિવૂડની હિટ ફિલ્મ ‘એનિમલ’, મલયાલમની નેશનલ એવોર્ડ વિનર ‘અટ્ટમ’ અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની વિજેતા ‘ઓલ વી ઈમેજીન એઝ લાઈટ’નો સમાવેશ છે.
View this post on Instagram
આ પણ વાંચોઃ Farm Electricity Supply: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ જીલ્લાઓમાં આઠના બદલે 10 કલાક મળશે વીજળી
આસામી ફિલ્મ ડાયરેક્ટર જાહ્નુ બરુઆહની આગેવાની હેઠળની 13 સભ્યોની પસંદગી સમિતિએ સર્વાનુમતે આમિર ખાન અને કિરણ રાવ દ્વારા નિર્મિત ‘મિસિંગ લેડીઝ’ને એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ કેટેગરી માટે પસંદ કરી છે.
View this post on Instagram
આ પણ વાંચોઃ Surat BRTS Bus Accident: બીઆરટીએસ બસની અડફેટે આવતા 6 વર્ષના બાળકનું મોત નિપજ્યુ, અકસ્માત બાદ ડ્રાઇવર ફરાર
ફિલ્મ ‘લાપતા લેડીઝ’ 1 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર તેની શરૂઆત ધીમી રહી હતી. જોકે, સકારાત્મક વર્ડ ઓફ માઉથ અને સારી સમીક્ષાઓ સાથે તે બોક્સ ઓફિસ પર વેગ પકડવામાં સફળ રહી. મીડિયા રિપોર્ટ અનુસાર, ફિલ્મ માત્ર 75 લાખ રૂપિયાથી ઓપન થઈ હતી. આ ફિલ્મ ઓપનિંગ વીકેન્ડ સુધીમાં 4 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી હતી. થિયેટરમાં રિલીઝ થયાના 50 દિવસ પછી ‘લાપતા લેડીઝ’નું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 17.31 કરોડ રૂપિયા રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તમે આ ફિલ્મ Netflix પર જોઈ શકો છો

