Gujarat Rain

Heavy Rain Forecast: હજી ગુજરાતમાં અગામી 5 દિવસ ભારે વરસાદ વરસસે, જાણો હવામાન વિભાગની આગાહી વિશે

અમદાવાદ, 25 સપ્ટેમ્બર: Heavy Rain Forecast: આજે દક્ષિણ ગુજરાતનાં વલસાડ તથા દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે નર્મદા, સુરત, નવસારી અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તરના જિલ્લાઓ જેમ કે અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર; દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં એટલે કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં; સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.

26મી તારીખે ડાંગ, નવસારી, દમણ તથા દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત નર્મદા, સુરત અને તાપી; તથા સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર; દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં એટલે કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં; સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચોઃ Film Laapataa Ladies: આમિર ખાને પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ ઓસ્કારમાં ભારતની ઓફિશિયલ એન્ટ્રી, ફેન્સ આપી રહ્યા છે શુભેચ્છા

27મી તારીખે અમરેલી અને ભાવનગર તથા વલસાડ, સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ તથા દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત નર્મદા, સુરત અને તાપી; તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.

28મી તારીખે સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી, રાજકોટ, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.

આ પણ વાંચોઃ Farm Electricity Supply: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ જીલ્લાઓમાં આઠના બદલે 10 કલાક મળશે વીજળી

29મી તારીખે અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.