Asian Champions Trophy

Asian Champions Trophy: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે શાનદાર કર્યું પ્રદર્શન, ભારતની સતત 5મી જીત- વાંચો વિગત

સ્પોર્ટ્સ ડેસ્ક, 14 સપ્ટેમ્બરઃ Asian Champions Trophy: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ શનિવારે પૂલ સ્ટેજની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. કેપ્ટન હરમનપ્રીતે બંને ગોલ કર્યા હતા.

આ પણ વાંચોઃ Landslides on Utrakhand highway: ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલના કારણે બદ્રીનાથ-યમુનોત્રી હાઇવે બંધ કરાયો, વાંચો વિગત

આ ટૂર્નામેન્ટમાં ભારતની સતત પાંચમી જીત હતી. ટીમ ઈન્ડિયા પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારતે તેની પ્રથમ મેચમાં દક્ષિણ કોરિયાને 3-1થી હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ મલેશિયાને 8-1થી હરાવ્યું હતું. ત્રીજી મેચમાં ભારતીય ટીમે જાપાનને 5-1થી હરાવ્યું હતું. આ સાથે જ ચોથી મેચમાં હરમનપ્રીતની ટીમે ચીનને 3-0થી હરાવ્યું હતું.

ભારતે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 21 ગોલ કર્યા છે. ભારતના ડિફેન્સે પણ શાનદાર કામ કર્યું હતું. આ ટૂર્નામેન્ટમાં હરમનપ્રીતે પાંચ અને અરિજીત સિંહે ત્રણ ગોલ કર્યા હતા.

આ પણ વાંચોઃ Paralympic Games stars: વડાપ્રધાન મોદી પેરાલિમ્પિક ગેમ્સના વિજેતા સહિત ભાગ લેનારા ખેલાડીઓ સાથે કરી મુલાકાત, વિજેતા હરવિંદરે આપી PMને ખાસ ભેટ